Western Times News

Gujarati News

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની પરીક્ષાઓનો આજથી શુભારંભ.

ગોધરા,” શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી , ગોધરાના કુલસચિવ ની એક યાદી જણાવે છે કે , પ્રો . પ્રતાપસિંહ ચૌહાણ , માન . કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ તા .૨૧ / ૦૪ / ૨૦૨૨ થી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની વિજ્ઞાન , વિનયન , વાણિજ્ય , શિક્ષણ અને કાયદા વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોના સેમેસ્ટર -૪ અને સેમેસ્ટર -૬ તથા અનુ – સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોના સેમેસ્ટર -૪ ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહેલ છે .

આ પરીક્ષામાં વિજ્ઞાન , વાણિજ્ય , વિનયન , કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ ૨૩ અભ્યાસક્રમોની પરીક્ષાઓ કુલ ૭૬ પરીક્ષા કેન્દ્રો પર સવાર અને બપોર એમ બે શેશનમાં લેવામાં આવનાર છે . જેમાં કુલ ૨૭,૯૨૬ પરીક્ષાઓર્થીઓ પરીક્ષા આપશે .

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની પરીક્ષાઓ આયોજિત થવા જઈ રહી હોય માનનીય કુલપતિ દ્વારા સવિશેષ તકેદારીના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રો પર યુનિવર્સિટી ઓબ્ઝર્વર નીમવામાં આવશે જેઓ સીધાજ યુનિવર્સિટી સાથે સંપર્કમાં રહેશે અને પરીક્ષા કેન્દ્ર ખાતેની પરિસ્થિતિનું મોનીટરીંગ તેમજ રીપોર્ટીંગ કરશે . શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીની પરીક્ષાઓ સમય મર્યાદાઓમાં અને વિધાર્થીઓના હિતમાં સંપૂર્ણપણે પારદર્શક , સુરક્ષિત તેમજ સચોટ રીતે લઈ શકાય તે માટે માન .

કુલપતિના સીધા માર્ગદર્શન હેઠળ તમામ પરીક્ષા કેન્દ્રો અને યુનિવર્સિટીની ટીમ શિસ્તબધ્ધ રીતે અને સમયાધીન રાત – દિવસ કાર્યરત છે . માન . કુલપતિ , કા . કુલસચિવ , યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સ , એક્ઝીક્યુટીવ કાઉન્સિલ , એકેડેમિક કાઉન્સિલના તમામ સભ્યઓએ તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષાની ગરિમા જળવાય પ્રકારે વર્તણુક કરવા વિનંતી કરેલ છે સાથે – સાથે ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય એ માટે શુભેચ્છાઓ પાઠવી છે .

 તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.