Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટ દેશની અદાલતો માટે ફાંસીની સજા આપવા અંગે ગાઇડલાઇન બનાવશે

Files Photo

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ દેશની અદાલતો માટે ફાંસીની સજા આપવા અંગે ગાઇડલાઇન બનાવશે. જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ PS નરસિમ્હાની બેન્ચે મૃત્યુદંડની સજા પામેલા કેદીની અરજી પર આ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે.

મૃત્યુદંડની સજાને પડકારતી ઈરફાન ઉર્ફે ભૈયુ મેવાતીની અરજી પર કોર્ટ વિચારણા કરી રહી હતી. ટ્રાયલ કોર્ટે ઈરફાન માટે ફાંસીની સજાને પડકાર આપ્યો હતે અને મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ તેની પુષ્ટિ કરી છે. ત્રણ જજની બેન્ચે આ જ અરજી પર ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન કહ્યું હતું કે, મૃત્યુને લાયક ગુનામાં કડક સજા નક્કી કરવા માટે આ માર્ગદર્શિકા જરૂરી છે. કોર્ટ તેને જલ્દી તૈયાર કરશે.

આ માટે બેન્ચે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને પણ આ માટે મદદ કરવા કહ્યું છે. તેમજ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA)ને નોટિસ જારી કરી છે.

બેન્ચે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, મૃત્યુદંડની સજા અંગે પણ નિયમો અને કાયદાઓ હોય, એટલે કે, તેને સંસ્થાકીય બનાવવામાં આવે, કારણ કે જે, સજા પામનારા દોષી પાસે પોતાના બચાવ માટે ખૂબ ઓછો સમય હોય છે.

સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરીના સીનિ વકીયરલ પરમેશ્વરે કહ્યું કે, ઘણા રાજ્યોમાં સરકારી વકીલને પ્રમોશન પણ એ જોઇને આપવામાં આવે તેમણે, કેટલા કેસમાં કેટલા લોકોને સજા અપાઇ છે,અને તે પણ મૃત્યુદંડની સજા કેટલાને મળી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ નીતિને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવે, ત્યારબાદ કોર્ટે તેની નોંધ લીધી અને હવે આ મામલે 10 મેના રોજ સુનાવણી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.