Western Times News

Gujarati News

મનપસંદ બેવરેજ સહિત ૧૬ કંપનીઓમાં કારોબારને રોકવા માટે કરાયેલ જાહેરાત

નવી દિલ્હી,  અગ્રણી સ્ટોક એક્સચેંજ બીએસઇએ (BSE Stock Exchange) હવે મનપસંદ બેવરેજ સહિત ૧૬ કંપનીઓના (16 companies including Manpasand beverages) શેરમાં કારોબારને રોકવા માટેની જાહેરાત કરી છે. બીએસઇ દ્વારા ચોથી નવેમ્બરથી આ કંપનીઓના શેરમાં લેવડદેવડને રોકવા માટેની તૈયારી કરાતા કંપનીઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. આ કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓએ ત્રિમાસિક નાણાંકીય પરિણામ જાહેર કર્યા નથી. સાથે સાથે કેટલીક કંપનીઓએ અન્ય લિસ્ટિંગ માનદંડની પણ ભારે અવગણના કરી છે.

જેના પરિણામ સ્વરૂપે બીએસઇ દ્વારા કઠોર વલણ અપનાવીને હવે ૧૬ કંપનીઓમાં કારોબારને રોકવા માટેની જાહેરાત કરી દીધી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અફડાતફડી રહેવાની શક્યતા દેખાઇ રહી છે. મનપસંદ બેવરેજ ઉપરાંત ૧૬ કંપનીઓમાં ૮કે માઇન્સ સોફ્ટવેર, એટલસ સાયકિલ્સ, ડાયોન, ગ્લોબલ સોલ્યુસન્સ, ડાલ્ફિન ઓફ શોર એન્ટરપ્રાઇઝ, હાઇ ગ્રાઉન્ડ એન્ટરપ્રાઇઝ અને જેજે એક્સપોર્ટસ સામેલ છે. દરમિયાન એકપછી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આર્થિક મંદીની સ્થિતી હાલમાં પ્રવૃતિ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.