Western Times News

Gujarati News

દિલ્હીમાં સતત ચોથા દિવસે કોરોનાનાં ૧૦૦૦થી વધુ નવાં કેસ, એકનું મોત

નવીદિલ્હી, દિલ્હીમાં કોરોના વાયરસ કેસનાં નવાં ૧,૦૮૩ કેસ સામે આવ્યાં છે. અને ગત ૨૪ કલાક દરમિયાન મહામારીથી એક દર્દીનું મોત થઇ ગયુ છે. સ્વાસ્થ્ય વિભાગે એક બુલેટિનમાં આ માહિતી આપી છે.

સ્વાસ્થ્ય વિભાગનાં આંકડા અનુસાર, સંક્રમણનો દર ૪.૪૮ ટકા દાખલ થયો છે. સંક્રમણનાં નવાં કેસ બાદ દિલ્હીમાં કૂલ સંક્રમિતોની સંક્યા વધીને ૧૮,૭૪,૮૭૬ થઇ ગઇ છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં ગત ૨૪ કલાક દરમિયાન કોરોનાથી એક દર્દીનું મોત થઇ ગયું છે. આ સાથે મોતનો આંકડો ૨૬,૧૬૮ થઇ ગયો છે.

આ પહેલાં, દિલ્હીમાં શનિવારે કોરોનાનાં ૧,૦૯૪ નવાં કેસ સામે આવ્યાં હતાં. ગત ૨૪ કલાક દરમિયાન ૨૫,૧૭૭ ટેસ્ટ થયા છે જેની કોરોના સંબંધી તપાસ થઇ છે. ઉલ્લેખનીય છે કે, ૧૩ જાન્યુઆરીનાં દિલ્હીમાં કોરોનાનાં રેકોર્ડ ૨૮,૮૬૭ કેસ સામે આવ્યાં હતાં. દિલ્હીમાં ૧૪ જાન્યુઆરીએ સંક્રમણ દર ૩૦.૬ ટકા દાખલ કરવામાં આવ્યો છે.

ભારતમાં એક દિવસમાં કોરોનાનાં ૨,૫૯૩ નવાં કેસ સામે આવ્યાં છે. આ સાથે કુલ કેસોની સંખ્યા ૪,૩૦,૫૭,૫૪૫ પર પહોંચી છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને ૧૫,૮૭૩ થઈ ગઈ છે.

રવિવારે સવારે ૮ વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, વધુ ૪૪ દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક ૫,૨૨,૧૯૩ પર પહોંચી ગયો છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના ૦.૦૪ ટકા છે, જ્યારે કોવિડ-૧૯માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર ૯૮.૭૫ ટકા છે.

માહિતી અનુસાર, ૨૪ કલાકમાં કોવિડ-૧૯ની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ૭૯૪ નો વધારો નોંધાયો છે. ચેપનો દૈનિક દર ૦.૫૯ ટકા અને સાપ્તાહિક ચેપ દર ૦.૫૪ ટકા નોંધાયો હતો.

આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૨૫,૧૯,૪૭૯ થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર ૧.૨૧ ટકા છે. જણાવી દઈએ કે દેશવ્યાપી કોવિડ-૧૯ વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૮૭.૬૭ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.