Western Times News

Gujarati News

દિલ્લીમાં પીડબ્લ્યુડી વિભાગને ૭૬૪૯ કરોડનુ બજેટ ફાળવવામાં આવ્યુ, હવે વિકાસ કાર્યોને ગતિ મળશે

નવીદિલ્હી, દિલ્લીના માળખાગત વિકાસ માટે લોક નિર્માણ વિભાગ(પીડબ્લ્યુડી)ને આ વખતે બજેટમાં ૭૬૪૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમથી દિલ્લીના વિકાસને ગતિ મળશે. બજેટમાં પીડબ્લ્યુડીને ફાળવવામાં આવેલ આ રકમ ગયા વર્ષના બજેટથી લગભગ ૧૦૦૦ કરોડ વધુ છે. એવામાં ચાલુ વર્ષમાં યોજનાઓ પર ઝડપથી કામ થવાની આશા છે.

દિલ્લીના માળખાગત વિકાસ અને રસ્તાઓને સારા બનાવવા સાથે રાહદારીઓની સુવિધાઓને પણ વધુ સારી બનાવવામાં આવશે. હોસ્પિટલો અને સ્કૂલોમાં નિર્માણ કાર્ય ઝડપથી શરુ થશે. વળી, મફત વાયફાય, સીસીટીવી તેમજ ડાર્ક સ્પૉટ ખતમ કરવા માટે શરુ કરવામાં આવેલી યોજનાઓના બાકીના કામો પણ પૂરા કરવામાં આવશે.

દિલ્લી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે સરકારનુ પહેલાની જેમ લોકોને સારુ શિક્ષણ, આરોગ્ય, માળખાગત વિકાસ તેમજ પરિવહન ઉપલબ્ધ કરાવવા પર જાેર રહેશે.

ગઈ વખતની જેમ આ વખતે પણ પરિયોજનાઓ અને કાર્યક્રમો પર સૌથી વધુ રકમ ખર્ચ કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ પુલ, બે અંડરપાસ, રાહદારીઓ માટે સબ-વે તેમજ આશ્રમ ફ્લાઈઓવરનુ ડીએનડી ફ્લાઈવે સુધીના વિસ્તાર વગેરેનુ કામ પૂરુ થશે.

સરકારે ૧.૪ લાખ સીસીટીવી લગાવવાની યોજના વધારીને ૨.૮ લાખ સીસીટીવી લગાવવાની યોજના બનાવી છે. આના માટે બજેટમાં ૧૫૦ કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી છે. વળી, મફત વાઈફાઈ માટે ૬૧ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. હોસ્પિટલોના નિર્માણ પર ૧૯૦૦ કરોડ ખર્ચ કરવામાં આવશે. વળી, રોડ અને બ્રીજ પર ૧૯૧૬ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.