Western Times News

Gujarati News

ઉમલ્લા ગામે શકમંદ મુદ્દામાલ સાથે ભંગારનો વેપારી ઝડપાયો.

પોલીસે ભંગારની વખાર માંથી શંકાસ્પદ રૂ.૬૦ હજારની કિંમતના લોખંડના સળિયા કબ્જે લીધા.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,ભરૂચ જીલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોને એ માટે જરુરી કાર્યવાહી કરવા સુચના અપાયેલ છે.તેમજ ભંગારનો ધંધો કરતા ઈસમોની પણ તપાસ કરવા સુચના અપાયેલી છે,ત્યારે ઉમલ્લા પીએસઆઈ વી.આર.ઠુમ્મર ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમ્યાન ઉમલ્લા પાણેથા રોડ પર આવેલ એક ભંગારના ગોદામમાં ચેક કરતા કેટલોક શકમંદ મુદ્દામાલ નજરે પડ્યો હતો.પોલીસ તપાસ દરમ્યાન ભંગારના ગોદામ માંથી રૂપિયા ૬૦૯૦૦ ની કિંમતના લોખંડના જુના નવા સળિયા મળી આવ્યા હતા.જેના કોઈ બિલ કે આધાર પુરાવા મળ્યા નહતા.

પોલીસે આ શકમંદ મુદ્દામાલ કબજે લઈને સ્થળ પર હાજર મળી આવેલ ઈસમ ઉમરજીભાઈ મહમદજીભાઈ ખત્રી રહે.બજાર ફળિયું, ઉમલ્લા, તા.ઝઘડીયાના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.ઘટનાને લઈને તાલુકામાં બે નંબરનો ભંગારનો ધંધો કરતા વેપારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.