Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લામાં દારૂ ઘુસાડવા બુટલેગરોના અવનવા પ્રયોગો

ભરૂચ તાલુકાના વેસદડા ખાતે ખેતરમાં સંતાડેલો વિદેશી દારૂનો ૪ લાખ ઉપરાંતનો જથ્થો ઝડપાયો.

ભરૂચ તાલુકા પોલીસ મથકના પી.આઈ કોઠીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે રેડ કરતા ૩,૫૨૮ નાની મોટી દારૂની બોટલો ઝડપાઈ.

ભરૂચ જીલ્લામાં નવનિયુક્ત એસ.પી ડૉ.લીના પાટીલની એન્ટ્રીથી દારૂનો વેપલો કરનારા બુટલેગરોનો અવનવા પ્રયોગો અજમાવી રહ્યા છે.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લામાં નવનિયુક્ત એસ.પી ડૉ.લીના પાટીલની એન્ટ્રી થતા જ જીલ્લાના વિવિધ પોલીસ મથકના અમલદારો જાણે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઉપર સપાટો બોલાવ્યો હોય તેમ વિદેશી દારૂનો વેપલો કરનાર બુટલોગારો અનવના પ્રયોઓ કરી રહ્યા છે.ત્યારે ગાડીઆમાં ચોર ખાના બનાવી દારૂ ઘુસાડતા પોલીસે ઝડપી પાડયા હતા.હવે બુટલેગરો ખેતરોમાં દારૂનો જથ્થો સંતાડી વેપલો કરતા હોવાનો પર્દાફાશ ભરૂચ તાલુકા પોલીસ મથકના પી.આઈ વીરેન્દ્ર કોઠીયાએ કર્યો છે.

ભરૂચ જીલ્લામાં દારૂનો જથ્થો ઘુસાડવા બુટલેગરો અવનવા પ્રયોગો અપનાવી દારૂનો જથ્થો ઘુસાડી રૂપિયા કમાવાનો કારસો રચી રહ્યા છે.ત્યારે ભરૂચ તાલુકાના વેસદડા ગામની સીમમાં ખેતર માલિક ઈલ્યાસ યુસુફ ટિલ્લા (પટેલ) રહે.શેરપુરા મોટા ફળીયાનાઓ એ પોતાના વેસદડા ગામની ખેતીની જમીનમાં દારૂનો મોટો જથ્થો સંતાડયો હોવાની બાતમીના આધારે ભરૂચ તાલુકા પોલીસ મથકના પી.આઈ વીરેન્દ્ર કોઠીયાએ પોલીસ કાફલા સાથે રેડ કરતા જમીનમાં મગના લાકડાના ભુસાની અંદર મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.

પોલીસે દારૂની નાની મોટી ૩૫૨૮ નંગ બોટલો જેની કિંમત રૂપિયા ૪,૫૮,૪૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી ખેતર માલીક બુટલેગર ઈલ્યાસ યુસુફ ટિલ્લા (પટેલ) ને વોન્ટેડ જાહેર કરી ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.વેસદડા ગામના જે ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.તે ખેતરનો માલીક કોણ છે તે તાલુકા પોલીસ દ્વારા ગ્રામ પંચાયતમાં તપાસ કરવામાં આવતા જે સ્થળે થી દારૂનો જથ્થો મળી આવ્યો છે

તે ગામનો સર્વે નંબર અને ખેતી ની જમીન ઈલ્યાસ યુસુફ ટિલ્લા (પટેલ) ની હોવાની ખાત્રી થયા બાદ તાલુકા પોલીસે ખેતર માલીકના કબ્જા માંથી વિદેશી દારૂ મળી આવ્યો હોવાના કારણે ગુનો દાખલ કરાયો હોવાનું પી.આઈ વીરેન્દ્ર કોઠીયાએ જણાવ્યું હતું.

ભરૂચ તાલુકાના વેસદડા ગામે ખેતર માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.ત્યારે આ દારૂનો જથ્થો ખેતર મલિકનો છે કે નહીં? કે પછી ખેતીની દેખરેખ માટે મુકેલા ચાકરોએ બુટલેગર સાથે મીલીભગત કરી ખેતરમાં દારૂ સંતાડ્યો હોય સહિતની ચર્ચાઓ સાથે આ દારૂનો જથ્થો છે તે ચર્ચા નો પ્રશ્ન બની ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.