Western Times News

Gujarati News

ભરૂચમાં મોટર સાયકલ ચોરી કરતી ટોળકી સક્રિય

ભરૂચની શ્રવણ ચોકડી અને મઢુલી સર્કલથી ચાર મોટર સાયકલની ઉઠાંતરી થતા મામલો પોલીસ મથકે.

જાહેરમાર્ગો ઉપર પાર્ક થયેલ મોટર સાયક્લોની ઉઠાંતરી થતા માલિકોએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ શહેરમાં મોટર સાયકલ ચોરી કરતી ગેંગ પુનઃ સક્રિય થઈ હોય તેમ સતત વાહનો અને રાહદારીઓ થી ધમધમતા વિસ્તાર એવા શ્રવણ ચોકડ અને મઢુલી સર્કલ નજીક થી ચાર મોટર સાયકલની ઉઠાંતરી થતા માલીકોએ ઉપરાછાપરી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ચાર મોટર સાયકલ ઉઠાંતરીની ફરીયાદ નોંધાતા મોટર સાયકલ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રથમ ફરિયાદમાં ફરિયાદી ગૌરાંગભાઈ અરવિંદભાઈ મારૂએ તેઓની પલ્સર હીરો પેશન પલ્સ બાઈક નંબર જીજે ૧૬ એઈ ૨૯૨૭ ની શ્રવણ સ્કૂલના ગેટ પાસે રોડ ઉપર પાર્ક કરી હતી અને ત્યાર પછી તેઓ નોકરી ઉપર ગયા હતા અને ત્યાર પછી પરત ફરી પોતાની મોટર સાયકલ ગુમ થઈ હોવાની શંકાએ તપાસ કરતા આજુબાજુ માંથી પણ મોટર સાયકલ મળી આવી ન હતી.જેની ૭૦ હજારની મોટર સાયકલની ચોરી થઈ હોવાની ફરીયાદ નોંધાવી હતી.

તો બીજી ફરીયાદમાં ફરીયાદી વિશ્વેશભાઈ ભરતભાઈ મહેતાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ પોતાની મોટર સાયકલ નંબર જીજે ૧૬ બીસી ૪૩૩૨ કિંમત રૂપિયા ૧.૫૦ લાખની શ્રવણ ચોકડી નજીક સ્વામીનારાયણ ગુડવિલ સ્કુલના ગેટ સામે પાર્ક કરી કોઈ કામ અર્થે ગયા હતા તે દરમ્યાન તેઓની મોટર સાયકલની ઉઠાંતરી થઈ ગઈ હોવાનું માલુમ પડતા તેઓએ ફરીયાદ નોંધાવી હતી.

તો ત્રીજી ફરિયાદમાં ફરિયાદી હર્ષદભાઈ પરમાર પોતાની હોન્ડા સ્પ્લેનર પલ્સ મોટર સાયકલ નંબર જીજે ૦૫ બીડી ૪૯૮૯ મઢુલી સર્કલ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી પોતાના કામ અર્થે સુરત જવા નીકળેલ હતા.ત્યાર બાદ જે જગ્યાએ મોટર સાયકલ પાર્ક કરી હતી ત્યાંથી મળી ન આવતા મોટર સાયકલની ચોરી થઈ હોવાની શંકાએ ૭૦ હજારની મોટર સાયકલની ચોરીની ફરીયાદ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદી નોંધાવી હતી.

તો ચોથી ફરીયાદમાં ફરિયાદી પ્રિયંકાત બાબુભાઈ સૂર્યવંશી એ ફરીયાદ નોંધાવી હતી.જેમાં તેઓંએ મઢુલી સર્કલ પાસે નંદેલાવ નજીક પોતાની મોટર સાયકલ નંબર જીજે ૧૬ એએસ ૩૩૫૭ પાર્ક કરી નોકરીએ જવા નીકળ્યા હતા અને ત્યાર બાદ નોકરીએ થી પરત ફરી જે સ્થળે ગાડી પાર્ક કરી હતી.તે સ્થળે ગાડી મળી ન આવતા મોટર સાયકલની ચોરી થઈ હોવાનું માલુમ પાડતા ૧.૨૦ ની મોટર સાયકલની ચોરી થઈ હોવાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી.

ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકની હદ માંથી ચાર મોટર સાયકલ ચોર્રીની ફરીયાદ નોંધાતા કુલ સાડા ચાર લાખ ઉપરાંતની મોટર સાયકલો ની ચોરી થઈ હોવાની ફરીયાદ નોંધાવા પામી છે.જેના કારણે ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકના પેટ્રોલીંગના લીરેલીરા ઉડી રહ્યા છે.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.