Western Times News

Gujarati News

રાજ કુમાર હેમા માલિની સાથે લગ્ન કરવા માગતા હતા

મુંબઈ, એક્ટ્રેસ હેમા માલિનીના અફેરની ચર્ચા એક્ટર ધર્મેન્દ્રથી લઈને જીતેન્દ્ર અને સંજીવ કુમાર સાથે થઈ હતી. પણ, હેમા માલિનીએ વર્ષ ૧૯૮૦માં એક્ટર ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા. શું તમે જાણો છો કે હેમા માલિનીને સૌપ્રથમ એક્ટર રાજ કુમારે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું? એક્ટર રાજ કુમાર વર્ષ ૧૯૭૦ના દાયકામાં મોટા સ્ટાર બની ગયા હતા.

એવું કહેવાય છે કે એક્ટર રાજ કુમારે જ્યારે પહેલી વખત હેમા માલિનીને જાેયા ત્યારે જ તેમનાં પ્રેમમાં પડી ગયા હતા. જેથી રાજ કુમારે હેમા માલિનીને ફિલ્મ ‘લાલ પથ્થર’ અપાવી હતી.

આ ફિલ્મમાં અગાઉ એક્ટ્રેસ વૈજયંતી માલાને રોલ આપવાની વાત ચાલતી હતી પરંતુ, રાજ કુમારે જ્યારે હેમા માલિનીને રોલ આપવાની વાત કરી ત્યારે મેકર્સ પણ ચોંકી ગયા હતા. આ ફિલ્મમાં હેમા માલિની અને રાજ કુમારની જાેડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

એક્ટર રાજ કુમારે એક દિવસ હેમા માલિનીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. એવું કહેવાય છે કે રાજ કુમારના આ પ્રપોઝલથી હેમા માલિની ચોંકી ગયા હતા. હેમા માલિનીએ રાજ કુમાર તરફથી આવેલા લગ્નના પ્રપોઝલને નકારી દીધું હતું. હેમા માલિનીએ કહ્યું હતું કે તેઓ એક્ટર રાજ કુમારના ફેન છે અને હંમેશાં ફેન બનીને રહેવા માગે છે, આવું કહેતા હેમા માલિનીએ રાજ કુમારનું લગ્નનું પ્રપોઝલ નકારી દીધું હતું.

હેમા માલિની તરફથી આવેલા રિજેક્શનના કારણે એક્ટર રાજ કુમારનું દિલ તૂટી ગયું હતું. બાદમાં એક્ટર રાજ કુમારે જેનિફર પંડિત સાથે લગ્ન કર્યા હતા કે જેઓ એર હૉસ્ટેસ હતા. બાદમાં રાજ કુમારે તેનું નામ બદલીને ગાયત્રી કુમાર કરી દીધું હતું. તેઓના કુલ ૩ બાળકો હતા.

જ્યારે એક્ટ્રેસ હેમા માલિનીએ વર્ષ ૧૯૮૦માં એક્ટર ધર્મેન્દ્ર સાથે લગ્ન કરી લીધા. હેમા માલિની અને એક્ટર ધર્મેન્દ્ર વચ્ચેની પ્રથમ મુલાકાત હિન્દી ફિલ્મ ‘તુમ હસીં મેં જવાન’ના સેટ પર થઈ હતી. તે સમયમાં એક્ટર ધર્મેન્દ્ર પણ સ્થાપિત એક્ટર હતા.

હેમા માલિની પર અત્યાર સુધીમાં કુલ ૩ પુસ્તકો લખાઈ ચૂક્યા છે. તેઓને વર્ષ ૨૦૦૦માં પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. હેમા માલિનીની જાણીતી ફિલ્મો સીતા ઓર ગીતા, અમીર ગરીબ, પ્રેમ નગર, ખુશ્બુ, મહેબૂબા, શોલે, કિનારા, મીરાં, નસીબ, બાગબાન વગેરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.