Western Times News

Gujarati News

છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૨૯૨૭ નવા કેસ, ૩૨નાં મોત

નવીદિલ્હી, દેશમાં કોરોના કેસોમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૯૨૭ નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ ૧૮ ટકાનો વધારો નોંધાયો હતો.

છેલ્લા કલાકમાં ૩૨ લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો ૨૦,૦૦૦ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૮.૧૯ કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૩૦,૬૫,૪૯૬ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં મંગળવારે કોરોના વાઇરસના કેસોમાં સંક્રમણના ૧૨૦૪ નવા કેસો નોંધાયા હતા.દેશમાં અત્યાર સુધી ૫,૨૩,૬૫૪ લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૨૫,૨૫,૫૬૩ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૨૨૫૨ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧૬,૨૭૯એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૫ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૨૨ ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૫,૦૫,૦૬૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૮૩.૫૯ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને ૦.૨૨ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૨૩ ટકા છે.

દેશમાં અત્યાર સુધીમાં ૧,૮૮,૧૯,૪૦,૯૭૧ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૨૧,૯૭,૦૮૨ લોકોને રસી આપવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.