Western Times News

Gujarati News

હવે જમ્મુના સુંજવાનમાં થયેલા એન્કાઉન્ટરની તપાસ NIA કરશે

File

નવીદિલ્હી, ગયા અઠવાડિયે ૨૨ એપ્રિલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના બે દિવસ પહેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ મળેલી બાતમી બાદ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા.

સુંજવાન એન્કાઉન્ટરની માહિતી આપતાં જમ્મુ ઝોનના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં શફીક અહેમદ શેખની ધરપકડ કરવામાં આવી છે. જૈશ દ્વારા તેને તેના ઘરે આતંકીઓને આશ્રય આપવા સૂચના આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓનો હેતુ નજીકના સૈન્ય કેમ્પ પર હુમલો કરવાનો હતો.

નોંધનીય છે કે, શુક્રવારની વહેલી સવારે જમ્મુની બહારના ભાગમાં આર્મી કેમ્પ પાસે આતંકવાદીઓએ CISFની બસને નિશાન બનાવ્યા પછી થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ દરમિયાન એક જવાન પણ શહીદ થયો હતો. આ સિવાય એન્કાઉન્ટરમાં ૧૧ વધુ જવાનો ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કાશ્મીરની મુલાકાતે હતા. રવિવારે વડાપ્રધાનએ અહીં લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યો.

જેમાં બનિહાલ-કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્‌ઘાટન સામેલ હતું, જે હંમેશા આ કેન્દ્રશાસિત પ્રદેશના બે પ્રદેશોને જાેડશે. પીએમે આ પ્રવાસ ખાસ અવસર પર પસંદ કર્યો હતો. હકીકતમાં તેમણે જે દિવસે કાશ્મીરની મુલાકાત લીધી તે દિવસને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

આ ખાસ અવસર પર તેઓ સાંબા જિલ્લાની પલ્લી પંચાયતમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ત્યાંથી તેમણે દેશભરની ગ્રામસભાઓને સંબોધિત કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.