Western Times News

Gujarati News

લિયોનેલ મેસી છઠ્ઠીવાર ગોલ્ડન શૂ એવોર્ડ જીત્યો

બાર્સિલોનાઃ સ્પેનિશ ક્લબ એફસી બાર્સિલોનાના મહાન ખેલાડી લિયોનેલ મેસીએ 2018-2019 સિઝનનો યૂરોપીયન ગોલ્ડન શૂ એવોર્ડ જીતી લીધો છે. પહેલા રમાયેલી સિઝનમાં મેસીએ સ્પેનિશ લીગ (લા-લિગા)મા 34 મેચોમાં કુલ 36 ગોલ કર્યા હતા અને બાર્સિલોનાને ટાઇટલ સુધી પહોંચાડ્યું હતું. તેણે સતત ત્રીજા વર્ષે આ એવોર્ડ જીત્યો છે.  આર્જેન્ટીનાની રાષ્ટ્રીય ટીમના કેપ્ટન લિયોનેલ મેસીએ પોતાના કરિયરમાં છઠ્ઠીવાર આ એવોર્ડ જીત્યો છે.

32 વર્ષના મેસીએ બુધવારે બાર્સિલોનાના એન્ટિગા ફેબરિકા ઈસ્ટ્રેલા ડેમમાં યોજાયેલા એક સમારોહમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ તકે મેસીનો પરિવાર પણ તેની સાથે હાજર હતો અને તેના પુત્રએ તેને ટ્રોફી આપી હતી.

બાર્સિલોનાના ખેલાડી લિયોનેલ મેસી સૌથી પહેલા 2009-10 સિઝનમાં ગોલ્ડન શૂ ખિતાબ જીત્યો હતો. તેણે સિઝનમાં કુલ 34 ગોલ કર્યા હતા. ત્યારબાદ મેસીએ 2011-12 (50 ગોલ), 2012-13 (46 ગોલ), 2016-17 (37 ગોલ), 2017-18 (34 ગોલ), 2018-19 (36 ગોલ)મા આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. મેસીની પાસે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરતા બે ગોલ્ડન શૂ વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.