Western Times News

Gujarati News

જર્મની અને ફ્રાંસમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ

નવી દિલ્હી, દુનિયામાં ફરીથી કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં સતત છઠ્ઠા દિવસે 2000થી વધારે કેસ મળ્યા છે. ચીનના શાંઘાઈમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 39 મોત નીપજ્યા છે જ્યારે 21,058 સંક્રમિત પણ મળ્યા છે. આ સાથે જ જર્મની અને ફ્રાંસમાં કોવિડથી મોતની સંખ્યામાં એક અઠવાડિયામાં વધારો થયો છે.

વર્લ્ડોમીટરના આંકડા અનુસાર વિશ્વના સૌથી વધારે ગરીબ 82 દેશોમા માત્ર અમુક દેશમાં 70% વેક્સિનેશનનુ લક્ષ્ય પૂરુ થઈ શકે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી ડેટા અનુસાર કેટલાક દેશ તો 20% થી નીચે છે. આના વિપરીત વિશ્વના બે તૃતીયાંશ અમીર દેશમાં 70% વેક્સિન લાગી ચૂકી છે.

1. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,541 નવા કેસ સામે આવ્યા. જે બાદ ભારતમાં કોવિડ-19 ના કુલ કેસ વધીને 4,30,60,086 થઈ ગયા છે. એક્ટિવ કેસ વધીને 16,522 થઈ ગયા છે.

2. ચીન ફરી કોરોના સામે ઝઝૂમી રહ્યો છે. કેટલાક શહેરોમાં કડક લોકડાઉન છે. શાંઘાઈ હેલ્થ કમિશન અનુસાર માર્ચથી અત્યાર સુધી શાંઘાઈમાં 87 મોત નીપજ્યા છે. ચીનમા કોરોનાને લઈને જીરો કોવિડ પોલિસી લાગુ છે.

3. વર્લ્ડોમીટરની રિપોર્ટ અનુસાર ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં 58,000 અને અમેરિકા માં લગભગ 12,000 કેસ મળ્યા છે. સાઉથ કોરિયામાં સૌથી વધારે 64,725 નવા કેસ સામે આવ્યા છે. મોતની સંખ્યાની વાત કરીએ તો ફ્રાંસમાં 40 અને USમાં 14 લોકોના જીવ ગયા છે.

4. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મલેશિયામા છેલ્લા 24 કલાકમાં 4,006 નવા કોરોના કેસ મળ્યા છે. જે બાદ દેશમાં કોરોનાના કુલ 4,431,073 કેસ થઈ ગયા છે. રવિવારે 8 લોકોના મોત નીપજ્યા, જેનાથી મૃતકની સંખ્યા 35,499 થઈ ગયા છે.

5. અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝીટીવ થઈ ગયા છે. વ્હાઈટ હાઉસે નિવેદન જારી કરી જણાવ્યુ કે મંગળવારે કમલા હેરિસનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વ્હાઈટ હાઉસે નિવેદન જારી કરી કહ્યુ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડન છેલ્લા અમુક દિવસમાં કમલા હેરિસના સંપર્કમાં આવ્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.