Western Times News

Gujarati News

શાકભાજીના ફેરિયા બની અડધા કરોડની ચોરી કરનાર ગેંગના સાગરીતને MP થી દબોચ્યો

બાયડ તાલુકાના ડેમાઇ ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલતી અરવલ્લી એલસીબી પોલીસ

અરવલ્લી LCB પોલીસે શાકભાજીના ફેરિયા બની અડધા કરોડની ચોરી કરનાર ગેંગના સાગરીતને MP થી દબોચ્યો, GEB ના કર્મી પણ બની પોલીસ

બાયડ તાલુકાના ડેમાઈ ગામે એક મહિના અગાઉ જય ચામુંડા જવેલર્સ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકી અધધ 45 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કર ટોળકી પલાયન થતા બાયડ પોલીસ સહીત જીલ્લા એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દુકાનમાં લાગેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ચોરીની ઘટનામાં આંતરાજ્ય તસ્કર ટોળકી હોવાની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું હતું ઘટનાની ગંભીરતા સમજી SP સંજય ખરાતે એલસીબી પોલીસને તપાસ સોંપતા એ.

લસીબી પોલીસે અડધા કરોડની ચોરીમાં સંડોવાયેલ મધ્યપ્રદેશની ગેંગના સાગરીતને પોલીસે વિવિધ વેશ ધારણ કરી અર્ટિગા કાર સાથે દબોચી લીધો હતો આ ગુન્હામાં સંડોવાયેલ 5 આરોપીઓને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે.
ડેમાઈ ગામે જય ચામુંડા જવેલર્સમાં 45 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી થતા તેની તપાસ જીલ્લા LCB પોલીસને સોંપતા પોલીસે દુકાનમાં સીસીટીવી કેમરામાં કેદ થયેલ તસ્કરોને ઝડપી પાડવા આજુબાજુના વિસ્તારો તેમજ હોટલો અને હાઈવે રોડ પર આવેલ ટોલપ્લાઝાના સીસીટીવી કેમેરા રેકોર્ડીંગનું સઘન એનાલિસિસ હાથ ધરી બાતમીદારો સક્રિય કરી ટેકનીકલ સર્વલન્સ અને આ રીતે ચોરી કરનાર ગેંગ અંગે માહિતી પ્રાપ્ત કરતા ચોરી કરનાર ગેંગ મધ્યપ્રદેશના મનસોર અને નિમચ જીલ્લાની હોવાનું બહાર આવ્યું હતું.

અરવલ્લી જીલ્લા એલસીબી PI સી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી PSI એમ.બી.ભગોરા અને તેમની ટીમને મધ્યપ્રદેશ મનસોર જીલ્લાના ડોડીયામીણા પંથકમાં પડાવ નાખી આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ક્યારેક જીઇબીના કર્મચારી તો ક્યારેક શાકભાજીના ફેરિયા બની દિપક સિકંદર ઉર્ફે સિકુભોલારામ રાઠોડ (બછડા) ને અર્ટિગા કાર સાથે ઉઠાવી લેતા ખૂંખાર આરોપીના મોતિયા મરી ગયા હતા.

પોલીસે દિપક પાસેથી 22 હજારથી વધુના સોના-ચાંદીના દાગીના અને 40 હજાર રોકડ રકમ સાથેનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ડેમાઈ ગામે 45 લાખની ચોરી કરનાર આરોપીઓ

 

પોલિસ જાપ્તામાં આવેલ આરોપી

1) દિપક સિકંદર ઉર્ફે સીકુંભોલારામ રાઠોડ (રહે,પીપલીયા રુંડી -MP)

વોન્ટેડ આરોપી:

1)રવિન્દ્ર નરેન્દ્ર કર્માવત (રહે,પીપલીયા રુંડી-MP)

2)મનીષ રોશન કર્માવત (રહે, પીપલીયા રુંડી-માપ)

3)અક્ષય મુકેશ બાંછડા (રહે,બાર્ડીયા-MP)

4)સુનિલ નામનો શખ્સ

5) એક અજાણ્યો ઈસમ

દિલીપ પુરોહિત. બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.