Western Times News

Gujarati News

Reliance-Viacom18ની બોધી ટ્રી સિસ્ટમ્સ સાથે ભાગીદારીની જાહેરાતઃ 13500 કરોડ રોકશે

લુપા સિસ્ટમ્સના સ્થાપક અને સીઈઓ જેમ્સ મર્ડોક અને ધ વોલ્ટ ડિઝની કંપની એશિયા પેસિફિકના ભૂતપૂર્વ પ્રમુખ અને સ્ટાર અને ડિઝની ઈન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ ઉદય શંકર વચ્ચે રચાયેલું નવું પ્લેટફોર્મ બોધિ ટ્રી સિસ્ટમ્સ

ઉદય શંકર અને લુપા સિસ્ટમ્સની કંપની બોધિ ટ્રી હવે રિલાયન્સ અને પેરામાઉન્ટ ગ્લોબલ સાથે મુખ્ય શેરહોલ્ડર બનશે

લુપા સિસ્ટમ્સ અને ઉદય શંકરનું પ્લેટફોર્મ બોધિ ટ્રી સિસ્ટમ્સ, વાયાકોમ 18માં રૂ. 13,500 કરોડ (~$1.78 બિલિયન)નું રોકાણ કરશે

રિલાયન્સ પ્રોજેક્ટ્સ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસિસ વધારાના રૂ. 1,645 કરોડ (~$216 મિલિયન)નું રોકાણ કરશે. -જિયો સિનેમા એપ્લિકેશન વાયાકોમ 18માં યોગદાન આપશે

મુંબઈ, રિલાયન્સ અને વાયાકોમ 18એ આજે બોધી ટ્રી સિસ્ટમ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. બોધી ટ્રી સિસ્ટમ્સ જેમ્સ મર્ડોકની લુપા સિસ્ટમ્સ અને ઉદય શંકરનું પ્લેટફોર્મ છે અને તે ભારતમાં સૌથી મોટી ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. Reliance Projects & Viacom18 partner with James Murdoch & Uday Shankar’s Bodhi Tree Systems with the latter investing ₹13,500cr to form one of the largest TV & digital streaming companies in #India. #RIL to invest ₹1,645cr & transfer JioCinema OTT to @viacom18

બોધી ટ્રી સિસ્ટમ્સ, વાયાકોમ 18માં રૂ. 13,500 કરોડનું રોકાણ કરવા માટે રોકાણકારોના કન્સોર્ટિયમ સાથે ભંડોળ ઊભું કરવા માટે, ભારતના અગ્રણી મનોરંજન પ્લેટફોર્મનું સંયુક્તપણે નિર્માણ કરવા અને ભારતીય મીડિયાના લેન્ડસ્કેપના પરિવર્તનને “સ્ટ્રીમિંગ-ફર્સ્ટ” અભિગમમાં અગ્રણી બનાવવાનું નેતૃત્વ કરી રહ્યું છે. વાયાકોમ 18 કલર્સ ટીવી ચેનલો અને ઓટીટી પ્લેટફોર્મ, VOOTના સ્યુટની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડ કે જે ટેલિવિઝન, OTT, વિતરણ, સામગ્રી નિર્માણ અને ઉત્પાદન સેવાઓમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે, તે રૂ. 1,645 કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત, લોકપ્રિય જિયો સિનેમા ઓટીટી એપને વાયાકોમ 18 પર ટ્રાન્સફર કરવામાં આવશે.

પેરામાઉન્ટ ગ્લોબલ (અગાઉ વાયકોમસીબીએસ તરીકે ઓળખાતું હતું) એક અગ્રણી વૈશ્વિક મીડિયા અને મનોરંજન કંપની છે જેમાં આઇકોનિક કન્ટેન્ટ સ્ટુડિયો, ટીવી નેટવર્ક અને સીબીએસ, શોટાઇમ નેટવર્ક્સ, પેરામાઉન્ટ પિક્ચર્સ, નિકલોડિયન, એમટીવી, કોમેડી સેન્ટ્રલ, બીઇટી, પેરામાઉન્ટ+ અને પ્લુટો ટીવી સહિત સ્ટ્રીમિંગ સેવાઓ વાયાકોમ 18ના શેરહોલ્ડર તરીકે ચાલુ રહેશે અને વાયાકોમ 18ને તેની પ્રીમિયમ વૈશ્વિક સામગ્રી સપ્લાય કરવાનું ચાલુ રાખશે.

લુપા સિસ્ટમ્સના સ્થાપક અને સીઈઓ જેમ્સ મર્ડોક અને ધ વોલ્ટ ડિઝની કંપની એશિયા પેસિફિકના ભૂતપૂર્વ પ્રમુખ અને સ્ટાર અને ડિઝની ઈન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ ઉદય શંકર વચ્ચે રચાયેલું નવું પ્લેટફોર્મ બોધિ ટ્રી સિસ્ટમ્સ બંને ભાગીદારોના અનુભવોનો લાભ લઈને ભારત અને વૈશ્વિક સ્તરે મીડિયા લેન્ડસ્કેપને નવો આયામ આપશે. કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA), કતારનું સોવરીન વેલ્થ ફંડ બોધિ ટ્રી સિસ્ટમ્સમાં રોકાણકાર છે.

આ સહભાગિતા અંગે બોલતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ કહ્યું કે, “જેમ્સ અને ઉદયનો ટ્રેક રેકોર્ડ બેજોડ છે. બે દાયકાથી વધુ સમયથી તેમણે ભારત, એશિયા અને સમગ્ર વિશ્વમાં મીડિયા ઇકોસિસ્ટમને નવા આયામ આપવામાં નિર્વિવાદ ભૂમિકા ભજવી છે.

અમે બોધિ ટ્રી સાથે ભાગીદારી કરવા અને સ્ટ્રીમિંગ-ફર્સ્ટ મીડિયા માર્કેટમાં ભારતના ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે આ ભાગીદારી દ્વારા ભારતીય ગ્રાહકો માટે શ્રેષ્ઠ મીડિયા અને મનોરંજન સેવાઓ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

“અમે અમારી નવી ભાગીદારીની જાહેરાત કરતાં અનેકગણો આનંદ અનુભવી રહ્યા છીએ” તેમ મર્ડોક અને શંકરે કહ્યું. “અમારી મહત્વાકાંક્ષા ટેક્નોલોજી એડવાન્સીસનો લાભ લેવાની છે, ખાસ કરીને મોબાઇલમાં, રોજિંદા માધ્યમો અને મનોરંજનની જરૂરિયાતોને મોટા પ્રમાણમાં પૂરી કરવા અર્થપૂર્ણ ઉકેલો પૂરા પાડવા કરવા. અમે એક બિલિયનથી વધુ સ્ક્રીન પર મનોરંજનના અનુભવને નવો આયામ આપવા માંગીએ છીએ.”

વાયાકોમ 18, રિલાયન્સ, બોધિ ટ્રી સિસ્ટમ્સ અને પેરામાઉન્ટ ગ્લોબલ સાથેના ગાઢ સહકારમાં, તેના વ્યવસાયો માટે એક વિઝન, વ્યૂહરચના અને અમલીકરણને આકાર આપશે, જે હાલના મજબૂત પાયા પર નિર્માણ પામશે. વાયાકોમ 18 એ કોર લીનિયર ટેલિવિઝન બિઝનેસમાં નવ ભાષાઓમાં 38 ચેનલો અને સમગ્ર ભારતમાં હાજરી સાથે અગ્રણી ખેલાડીઓમાંની એક કંપની છે.

આ વ્યવહાર છ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે અંતિમ શરતો અને જરૂરી મંજૂરીઓને આધીન રહેશે. સિરિલ અમરચંદ મંગલદાસ અને ખેતાન એન્ડ કંપનીએ આરપીપીએમએસએલ અને વાયાકોમ 18ને કાનૂની સલાહ અને દસ્તાવેજીકરણ સહાય પૂરી પાડી હતી.

PWC અને BDOએ જિયો સિનેમા બિઝનેસ અને વાયાકોમ 18નું સ્વતંત્ર મૂલ્યાંકન પૂરું પાડ્યું; સિટી અને એચએસબીસીએ અનુક્રમે ટીવી 18 અને આરપીપીએમએસએલના નાણાકીય સલાહકાર તરીકે કામ કર્યું. એઝેડબી એન્ડ પાર્ટનર્સ બોધિ ટ્રીના કાનૂની સલાહકાર હતા જ્યારે ઇવાયએ બોધિ ટ્રીને ડિલિજન્સ સર્વિસિઝ પૂરી પાડી હતી. જેએસએ પેરામાઉન્ટ ગ્લોબલના કાનૂની સલાહકાર હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.