Western Times News

Gujarati News

LICનો IPO ૪ મે એ શરૂ થશે, રૂ. ૯૦૨ થી રૂ. ૯૪૯નું પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યું

·         ડિસ્કાઉન્ટ- રીટેઈલ અને લાયક કર્મચારી વર્ગ માટે શેર દીઠ રૂ. ૪૫ અને વિમાધારક વર્ગ માટે શેર દીઠ રૂ. ૬૦

·         રોકાણકારો લઘુત્તમ ૧૫ ઈક્વિટી શેર અને ત્યારપછી ૧૫ ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.

અમદાવાદ, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (“એલઆઈસી” અથવા “કોર્પોરેશન”) એ તેની પ્રથમ જાહેર ભરણાં માટે ઈક્વિટી શેર દીઠ રૂ. ૯૦૨ થી રૂ. ૯૪૯ નું પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યું છે. કોર્પોરેશનનું પ્રારંભિક જાહેર ભરણું (“આઈપીઓ”) સબસ્ક્રિપ્શન માટે ૪ મે, ૨૦૨૨, બુધવારના રોજ ખુલશે અને ૯ મે, ૨૦૨૨, સોમવારના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ ૧૫ ઈક્વિટી શેર અને ત્યારપછી ૧૫ ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.

આ આઈપીઓ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 221,374,920 સુધીના ઇક્વિટી શેરની ઓફર-ફોર-સેલ (“OFS”) દ્વારા છે, જે ભારત સરકારના નાણા મંત્રાલય (“સેલિંગ શેરહોલ્ડર”) (“ઓફર”) દ્વારા કાર્ય કરે છે. આ ઓફરમાં યોગ્યતા ધરાવતા કર્મચારીઓ અને યોગ્યતા ધરાવતા  પોલિસીધારકો માટે અનામતનો સમાવેશ થાય છે.

ભારતમાં એલઆઈસીના વ્યક્તિગત પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ૩૨ વ્યક્તિગત પ્રોડક્ટ્સ (૧૬ સહભાગી પ્રોડક્ટ્સ અને ૧૬ બિન-સહભાગી પ્રોડક્ટ્સ) અને સાત વ્યક્તિગત વૈકલ્પિક રાઈડર લાભોનો સમાવેશ થાય છે. ભારતમાં એલઆઈસીની ગ્રુપ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ૧૧ ગ્રુપ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ ૨૦૨૧ અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ પૂરા થતા નવ મહિનામાં વેચાયેલી વ્યક્તિગત પોલિસીઓમાં ૨૭ થી ૪૦ વર્ષની વયના ગ્રાહકોનો હિસ્સો અનુક્રમે આશરે ૪૨% અને ૪૨% હતો. વ્યક્તિગત પ્રોડક્ટ્સ માટે એલઆઈસીના ઓમ્ની-ચેનલ વિતરણ પ્લેટફોર્મમાં હાલમાં (i) વ્યક્તિગત એજન્ટો, (ii) બૅન્કાસ્યોરન્સ સહભાગીઓ,

(iii) વૈકલ્પિક ચેનલો (કોર્પોરેટ એજન્ટો, બ્રોકર્સ અને વીમા માર્કેટિંગ ફર્મ્સ), (iv) ડિજિટલ વેચાણ (અમારી કોર્પોરેશનની વેબસાઈટ પર પોર્ટલ થકી) (v) માઈક્રો ઈન્સ્યોરન્સ એજન્ટ્સ અને (vi) પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન્સ – લાઈફ ઈન્સ્યોરન્સનો સમાવેશ થાય છે.

ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસી, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ પુરા થતા નવ મહિના માટે પ્રીમિયમ અથવા જીડબલ્યુપીના રૂપમાં ૬૧.૬%, ન્યુ બિઝનેસ પ્રીમિયમ (અથવા એનબીપી)ના રૂપમાં ૬૧.૪%, વ્યક્તિગત રીતે ઈસ્યુ કરવામાં આવેલી પોલિસીઓની સંખ્યાના રૂપમાં ૭૧.૮% અને ગ્રુપને ઈસ્યુ કરવામાં આવેલી પોલિસીઓની સંખ્યાના રૂપમાં ૮૮.૮% બજાર હિસ્સો ધરાવે છે. (સ્રોત: ક્રિસિલ અહેવાલ).

૧ સપ્ટેમ્બર, ૧૯૫૬ના રોજ ભારતમાં ૨૪૫ ખાનગી જીવન વીમા કંપનીઓના વિલીનીકરણ અને રાષ્ટ્રીયકરણ દ્વારા રૂ. ૫૦.૦૦ મિલિયનની પ્રારંભિક મૂડી સાથે એલઆઈસીની રચના કરવામાં આવી હતી. એલઆઈસી એ જીડબલ્યુપી (નાણાકીય વર્ષ ૨૦૨૧ માટે એલઆઈસીના જીવન વીમા પ્રીમિયમની 2020 માટે વૈશ્વિક જીવન વીમા કંપનીઓના જીવન વીમા પ્રીમિયમ સાથેની સરખામણી) (સ્ત્રોત: ક્રિસિલ અહેવાલ)ના સંદર્ભે વૈશ્વની પાંચમી સૌથી મોટી વીમા કંપની છે

અને નાણાકીય કાર્યદેખાવ અને નફાકારક વૃદ્ધિના સ્થાપિત ટ્રેક રેકોર્ડ સાથે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ દેશની સૌથી મોટી એસેટ મેનેજર છે (સ્ત્રોત: ક્રિસિલ અહેવાલ). ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ, કોર્પોરેશને ભારતના ૯૧% જિલ્લાઓને આવરી લીધા હતા અને અંદાજે ૧.૩૩ મિલિયન વ્યક્તિગત એજન્ટો સાથે ભારતમાં જીવન વીમા કંપનીઓમાં સૌથી મોટું વ્યક્તિગત એજન્સી નેટવર્ક ધરાવતું હતું.

એલઆઈસી અને સેલિંગ શેરહોલ્ડર, ઑફરના બુક રિનિંગ લીડ મેનેજરો સાથે પરામર્શ કરીને, સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા સહભાગિતા પર વિચાર કરી શકે છે, જેમની સહભાગિતા બિડ/ઓફરની શરૂઆતની તારીખ એટલે કે, સોમવાર, ૨ મે, ૨૦૨૨ના એક કામકાજના દિવસ પહેલાની રહેશે.

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન ૩૧ સાથે વાંચતા સુધારા અનુસાર  સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, ૧૯૫૭ ના નિયમ ૧૯(૧) (બી) ની શરતો પ્રમાણે કરવામાં આવી રહી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન ૬ (૧) અનુસાર બૂક બિલ્ડિંગ પ્રોસેસ મારફત કરવામાં આવી રહી છે કે

જેમાં લાયક સંસ્થાગત ખરીદદારોને ફાળવણી માટે ચોખ્ખી ઓફર ૫૦% કરતા વધુ ઉપલબ્ધ નથી, બિન-સંસ્થાગત બિડરોને ફાળવણી માટે ચોખ્ખી ઓફર ૧૫% કરતા ઓછી નથી અને છૂટક વ્યક્તિગત બિડરોને ફાળવણી માટે ચોખ્ખી ઓફર ૩૫% કરતા ઓછી નથી. આ ઓફરમાં લાયક કર્મચારીઓ માટે ઓફર પછીની પેઈડ-અપ ઇક્વિટી શેર મૂડીના ૦.૦૨૫% અને લાયક પોલિસીધારકો માટે ઓફર પછીની  પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના ૦.૩૫% અનામતનો સમાવેશ થાય છે.

અહીંયા વપરાતા અને ખાસ વ્યાખ્યાયિત ન કરાયેલા તમામ મૂડીગત શબ્દોનો એ જ અર્થ હોવો જોઈએ કે જે ૨૬ એપ્રિલ, ૨૦૨૨ ના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”)માં સેબી અને સ્ટોક એક્સચેન્જમાં રજૂ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.