Western Times News

Gujarati News

BSF આંતરરાષ્ટ્રીય સરહદેથી ૫૦ કિ.મી. અંદર ન આવવા દેવા મમતાનો પોલીસને આદેશ

કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર બીએસએફ વિરૂદ્‌ઘ મોરચો માંડ્યો છે. મમતાએ કૂચબિહાર જિલ્લાના પોલીસ વડાને નિર્દેશ આપ્યો અને કહ્યું કે તમે બીએસએફને સરહદેથી ૫૦ કિ.મી.ની અંદર પ્રવેશવા ના દેતા.

બીએસએફ ગામડાઓમાં પ્રવેશ કરી લોકોને મારી રહ્યાં છે અને બાંગ્લાદેશમાં બીજી તરફ ફેંકી રહ્યાં છે. બીએસએફને આ બધુ કરવાની મંજૂરી આપવામાં ન આવે.

મમતાએ કહ્યું કે જાેવા મળી રહ્યું છે કે પશુ તસ્કરોના નામે ગોળી મારી દેવામાં આવે છે અને તેમના રાજ્યના અન્ય વિસ્તારમાં ફેંકી દેવામાં આવે છે. મેં રેલવે મંત્રાલયમાં રહેવા દરમિયાન એવા અનેક મામલા જાેયા છે. કઇ રીતે લાશોને ગાયબ કરી દેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે બોર્ડર પર બીએસએફનો દાયરા ૫૦ કિ.મી. સુધી વધારવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશનો મમતા બેનર્જીએ પ્રચંડ વિરોધ કર્યો હતો.

આ પહેલા પણ મમતા બેનર્જી બીએસએફ વિરૂદ્‌ઘ નિવેદનો આપતા રહ્યાં છે. તાજેતરમાં મમતાએ વહીવટી અધિકારીઓની બેઠકમાં કહ્યું હતું કે બીએસએફની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે. પોલીસને એ પણ નિર્દેશ આપ્યો હતો કે બીએસએફને તેના અધિકાર ક્ષેત્રથી બહાર જઇને કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં ન આવે, કારણ કે કાયદો વ્યવસ્થા રાજ્યનો વિષય છે.

જાે બોર્ડર પર ગેરકાયદેસર ગતિવિધિઓમાં સંડોવાયેલ કોઇ ગુનેગાર, તસ્કર કે આતંકીની બીએસએફ ધરપકડ કરે છે અને તેના કેટલાક સાથીદારો વિસ્તારની બહાર મોજૂદ હોય તો શું તેમને કાર્યવાહીથી રોકવામાં આવશે?HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.