Western Times News

Gujarati News

જે.પી.નડ્ડા:ભગવાનનો આશીર્વાદ છે કે BJP માં કામ કરવનો મોકો મળ્યો છે

ગુજરાત પ્રવાસે આવેલા નડ્ડાએ કહ્યું કરોડો કાર્યકર્તાઓએ ભાજપની વિચારધારા આગળ વધારી

અમદાવાદ,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના તમામ મંત્રીઓ રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર નડ્ડાએ સભાને સંબોધન કર્યું હતું.

તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે કાર્યકર્તાઓને કહ્યુ હતું, સવારમાં વહેલી સવારે અહી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા, તેવુ બીજા કોઈ પક્ષમાં સંભવ નથી. કોઈએ અમારી પાર્ટી સાથે મુકાબલો કરવો હોય તો ૫૦-૬૦ વર્ષની તપસ્યા લાગશે. આ ઉર્જા, વિચાર, તાકાત ચાર-ચાર પેઢીઓ વીતી ગઈ, જેઓએ પોતાની જાતને ક્યારેય યશમાં ન જાેયું.

વિચારને સાથે લઈને ચાલ્યા. આ વિચારને યશસ્વી બનાવતા પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ દુનિયામાં પોતાની છાપ બનાવી રહી છે. હવે દુનિયા પણ તેને કબૂલ કરી રહી છે. જ્યા જઉ છુ ત્યા ગૌરવથી માથુ ઉંચુ થાય છે. ૧૯૫૧-૫૨ થી જાેઈ લો, જે વિચારધારાથી ચાલ્યા હતા તેને જ લઈને આગળ વધી રહ્યાં છે. કરોડો કાર્યકર્તા આ વિચારધારાને આગળ વધારી રહ્યાં છે.

તેમણે કહ્યુ કે, નરેન્દ્રભાઈએ વિકાસનું મોડલ દેશ અને ગુજરાતમાં સ્થાપિત કર્યુ છે. તેને આગળ વધારીને દેશને આગળ લઈ જવાનુ છે. ભગવાનનો આશીર્વાદ છે કે આપણને BJP માં કામ કરવનો મોકો મળ્યો છે. વિચારો સાથે ક્યારેય સમજાેતા કર્યા વગર આગળ વધી રહ્યાં છીએ.

સભા સંબોધન બાદ જે.પી.નડ્ડા ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ત્યાંથી પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચશે. જ્યાં તેઓ ચૂંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશે. આ સાથે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ બેઠકમાં હાજર રહેશે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.