Western Times News

Gujarati News

અગ્રણી ઇન્સ્યોરટેક પ્લેટફોર્મ ટર્ટલમિન્ટે સીરિઝ ઈ ફંડિંગ રાઉન્ડમાં 120 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું

Dhirendra and Anand, Founders

મુંબઈ,  ભારતમાં ઇન્સ્યોરટેક પ્લેટફોર્મ પર કેન્દ્રિત સૌથી મોટી વીમા સલાહકાર ટર્ટલમિન્ટે અમાન્સા કેપિટલ અને જંગલ વેન્ચર્સ પાર્ટનર્સના નેતૃત્વમાં સીરિઝ ઇ રાઉન્ડમાં 120 મિલિયન ડોલરનું ફંડ ઊભું કરવાની જાહેરાત કરી છે. આ રાઉન્ડમાં સહભાગીઓને વિટ્રુવિયન પાર્ટનર્સ અને માર્શલ વાસ સ્વરૂપે નવા રોકાણકારો પણ મળ્યાં હતાં. Turtlemint raises $120 million in Series E funding led by Amansa and Jungle Ventures.

તેમજ હાલના રોકાણકારો પણ સહભાગી થયા હતા. એનાથી કંપનીએ એની શરૂઆતથી અત્યાર સુધી કુલ 190 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું છે. કંપનીનો આશય નવા ફંડનો ઉપયોગ નવા વિસ્તારોમાં કામગીરી વધારવાનો, લીડરશિપ ટીમ વધારવાનો અને એના પ્રોડક્ટને મજબૂત કરવાનો છે.

વર્ષ 2015માં ધીરેન્દ્ર માહ્યાવંશી અને આનંદ પ્રભુદેસાઈ દ્વારા સ્થાપિત ટર્ટલમિન્ટ ડિજિટલ પ્લેટફોર્મ છે, જે પોતાના ગ્રાહકના સમુદાયને વીમાની સમજણ આપવા અને એનું વિતરણ કરવા નાણાકીય સલાહકારોને મદદ કરવા બનાવ્યું છે. આ પ્લેટફોર્મ નાણાકીય સલાહકારોને ડિજિટલ સોલ્યુશન દ્વારા દરેક ગ્રાહકની વિશિષ્ટ જરૂરિયાતને અનુકૂળ ઉત્પાદનો સૂચવવા મદદરૂપ થાય છે, જેથી પેપરવર્કની મુશ્કેલી દૂર થાય છે.

અત્યારે ટર્ટલમિન્ટના સલાહકારોની સંખ્યા 160,000+ વીમા સલાહકારો છે, જેઓ ભારતમાં 15,000+ પિનકોડમાં ટર્ટલમિન્ટના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ટર્ટલમિન્ટની સલાહકાર એપનું નામ ટર્ટલમિન્ટપ્રો છે, જે સરળ મોબાઇલ એપનો ઉપયોગ કરીને તેમના વીમા વ્યવસાયનું સંપૂર્ણ મેનેજમેન્ટ કરીને પેનલમાં સામેલ પીઓએસપીને સુવિધા આપશે.

હેલ્થ, પીએ (પર્સનલ એક્સિડન્ટ), મોટર વીમો વગેરે તમામ ઉત્પાદનોની રેન્જનું વેચાણ કરવા ઉપરાંત એપ સલાહકારોને વ્યક્તિગત બ્રાન્ડેડ સામગ્રી અને ક્વોટ વહેંચવા સક્ષમ બનાવીને ગ્રાહક સાથે મજબૂત સંબંધો ઊભા કરવાની ક્ષમતા ધરાવે છે. આ એપ પર ટર્ટલમિન્ટ એકેડેમી વિભાગ દ્વાર સલાહકારો માટે મોબાઇલ આધારિત તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ ઓફર કરે છે.

તાજેતરમાં કંપનીએ મધ્ય પૂર્વમાં બેંકો અને અન્ય વિતરકોને વીમા માટે ડિજિટલ સફર પ્રદાન કરીને કામગીરીનું વિસ્તરણ કર્યું છે. કંપનીએ આંતરરાષ્ટ્રીય વિસ્તરણની યોજના બનાવી છે, જેમાં કંપની દક્ષિણ પૂર્વ એશિયાના બજારોમાં પણ વિસ્તરણ કરવા આતુર છે.

આ અંગે ટર્ટલમિન્ટના સહ-સ્થાપક ધીરેન્દ્ર માહ્યાવંશીએ કહ્યું હતું કે, “ભારતમાં વીમા ઉદ્યોગ પરિવર્તનના વળાંક પર છે અને અમને આ સફરમાં પ્રેરક ભૂમિકા ભજવવા પર ગર્વ છે. વીમો જોખમ ઘટાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે, જે બધાને સુલભ થાય એ જરૂરી છે.

જોકે અમે માનીએ છીએ કે, વીમાની ખરીદીની સફરમાં તેની સુલભતા ફક્ત એક પાસું છે. અન્ય એક એટલું જ મહત્વપૂર્ણ પાસું સુમાહિતગાર નિર્ણય લેવાનું છે. અમારા સોલ્યુશન્સ ડિજિટલ સમાધાનો દ્વારા આ બંને પાસાંઓને ધ્યાન રાખીને ડિઝાઇન કરવામાં આવ્યાં છે, જે વીમા સલાહકારોને સક્ષમ બનાવે છે. ઇનોવેશન અને ટેકનોલોજી ટર્ટલમિન્ટનાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે જળવાઈ રહેશે, કારણ કે અમે ટિઅર 2, ટિઅર 3 શહેરો અને વધારે નાનાં વિસ્તારોમાં અમારી કામગીરી જાળવવાનું ચાલુ રાખીશું.

જ્યારે અમે વર્ષ 2025 સુધી 1 મિલિયન+ સલાહકારોને બોર્ડ પર લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, ત્યારે આ ભારતમાં અમારી વૃદ્ધિને વેગ આપશે તેમજ અમે ભારત તેમજ મધ્ય પૂર્વ એમ બંનેમાં નાણાકીય સંસ્થાઓને અમારા સોલ્યુશન્સ ઓફર કરવા અમારી ટેકનોલોજી કુશળતાનો ઉપયોગ કરીશું. અમે મધ્ય પૂર્વમાં API આધારિત સમાધાનો માટે અગ્રણી બેંક સાથે જોડાણ કર્યું છે.”

ટર્ટલમિન્ટના સહસ્થાપક આનંદ પ્રભુદેસાઈએ ઉમેર્યું હતું કે, “ભારત હેલ્થ વીમા ઉત્પાદનોની માગની દ્રષ્ટિએ ખાસ કરીને મહત્વપૂર્ણ તબક્કામાં છે. આ માગમાં મહત્વપૂર્ણ હિસ્સો ટિઅર 2 અને 3 શહેરોનો હશે. ખરીદી અને દાવાની સફર દરમિયાન વ્યક્તિઓ સતત સહાય મેળવે છે એટલે છેવાડાના વ્યક્તિ સુધી વિતરણને શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે સક્ષમ બનાવવાની જરૂર પડશે.

અમે વિવિધ ટૂલ્સ સાથે અમારા સલાહકારોને સક્ષમ બનાવશે, જે તેમને તેમની બ્રાન્ડ ઊભી કરવામાં, લીડ જનરેટ કરવામાં અને સતત વધતી ડિજિટલ દુનિયામાં આત્મવિશ્વાસ સાથે ગ્રાહકોને સેવા આપવામાં મદદરૂપ થશે. જ્યારે વીમાની જરૂરયાતોની, ઉચિત વીમા ઉત્પાદનો દ્વારા આજીવન જોખમોનું સંચાલન કરવા અને દાવાનો સરળ અનુભવ મેળવવાની વાત આવે છે, ત્યારે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવામાં અમે નવા ફંડિંગમાંથી મહત્વપૂર્ણ રોકાણ કરી રહ્યાં છીએ.”

જંગલ વેન્ચર્સના પ્રિન્સિપલ અર્પિત બેરીએ કહ્યું હતું કે, “ભારતમાં વીમાનો વ્યવસાય સંબંધ અને નાણાકીય સલાહકાર આધારિત રહ્યો છે, જે આગામી લાંબા સમય માટે વીમાની ખરીદીમાં મહત્વપૂર્ણ જળવાઈ રહેશે. ટર્ટલમિન્ટ નાણાકીય સલાહકારોને ઓછા સમયમાં વધારે લોકોને વીમાના શ્રેષ્ઠ ઉત્પાદનોનું વેચાણ કરવા જરૂરી જાણકારી અને ટૂલ સાથે સક્ષમ બનાવે છે. મજબૂત અને લાભદાયક રીતે ટર્ટલમિન્ટે ભારતમાં વીમાની વિતરણના ભવિષ્યનું સહસર્જન કર્યું છે અને અમને તેમની સાથે આ સફરમાં સામેલ થવા પર ગર્વ છે.”

વિટ્રુવિયાન પાર્ટનર્સના પાર્ટનર પીટર રીડે કહ્યું હતું કે, “અમે માનીએ છીએ કે, ટર્ટલમિન્ટ ટેકનોલોજી દ્વારા સલાહકારોને સક્ષમ બનાવી, પારદર્શકતા લાવી અને ગ્રાહકોનો વિશ્વાસ જીતીને ભારતમાં વીમામાં અસરકારક ડિજિટલ પરિવર્તન લાવવામાં મોખરે છે. અમને ટર્ટલમિન્ટમાં વીમાને સરળ બનાવી તથા ભારત અને વિદેશમાં સુલભતા પ્રદાન કરીને તેની વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રતિભાશાળી ટીમ સાથે જોડાણ કરવાની ખુશી છે.”

નેક્સસ વેન્ચર પાર્ટનર્સના મેનેજિંગ ડિરેક્ટર અનુપ ગુપ્તાએ કહ્યું હતું કે, “અમને ટર્ટલમિન્ટની સફરમાં શરૂઆતથી સામેલ થવાની ખુશી છે. ટર્ટલમિન્ટ એના ટેક-ફર્સ્ટ અભિગમ સાથે ભારતમાં વીમાની ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવામાં પથપ્રદર્શક ભૂમિકા ભજવી રહી છે. આગળ જતાં અમે ભારતમાં વીમાની પહોંચ વધારવામાં તેના નોંધપાત્ર પ્રદાનને જોઈએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.