Western Times News

Gujarati News

બાયડને રિચર્ડ વર્માને ઈન્ટેલિજન્સ એડવાઈઝરી બોર્ડમાં સામેલ કર્યા.

યુએસના સૌથી મોટા રાજદ્વારી મિશનનું નેતૃત્વ કર્યું હતું.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, રિચર્ડ વર્મા અગાઉ ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે સેવા આપી ચૂક્યા છે.

વાॅશિંગ્ટન,અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડેને ભારતીય-અમેરિકન રિચર્ડ વર્માને ઈન્ટેલિજન્સ એડવાઈઝરી બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં આ જાણકારી આપી. અમેરિકી રાષ્ટ્રપતિની ઇન્ટેલિજન્સ એડવાઇઝરી કાઉન્સિલ તેમના કાર્યાલયનો સ્વતંત્ર ભાગ છે. રિચર્ડ વર્મા હાલમાં માસ્ટરકાર્ડ માટે જનરલ કાઉન્સેલ અને ગ્લોબલ પબ્લિક પોલિસીના વડા છે.

આ ભૂમિકામાં, તે યુનાઇટેડ સ્ટેટ્‌સ અને સમગ્ર વિશ્વમાં કંપનીની કાનૂની અને રાજકીય કામગીરીની દેખરેખ રાખે છે. વ્હાઇટ હાઉસે બુધવારે જણાવ્યું હતું કે, “રિચર્ડ વર્મા અગાઉ ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે સેવા આપી ચૂક્યા છે. જ્યાં તેમણે યુએસના સૌથી મોટા રાજદ્વારી મિશનનું નેતૃત્વ કર્યું હતું. દ્વિપક્ષીય સંબંધોમાં ઐતિહાસિક પ્રગતિને પણ સમર્થન આપ્યું હતું. રિચર્ડ વર્મા, ભૂતપૂર્વ સહાયક સચિવ ઑફ સ્ટેટ અને સેનેટ બહુમતી નેતાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, યુનાઇટેડ સ્ટેટ્‌સ એરફોર્સના અનુભવી છે.

તેમણે અસંખ્ય લશ્કરી અને નાગરિક પુરસ્કારો મેળવ્યા છે, જેમાં મેડલ ઑફ મેરીટોરિયસ સર્વિસ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ ફોર ડિસ્ટિન્ગ્યુશ્ડ સર્વિસનો સમાવેશ થાય છે. તેણે ઉસ્ડ્ઢ અને આતંકવાદ કમિશનમાં કામ કર્યું. તેઓ હાલમાં ફોર્ડ ફાઉન્ડેશન, લેહાઈ યુનિવર્સિટી અને નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસી સહિત અનેક બોર્ડ સાથે સંકળાયેલા છે. રાષ્ટ્રપતિની ઇન્ટેલિજન્સ એડવાઇઝરી કાઉન્સિલ ફક્ત રાષ્ટ્રપતિને મદદ કરવા માટે અસ્તિત્વમાં છે અને અસરકારકતા પર સલાહનો સ્વતંત્ર સ્ત્રોત પૂરો પાડે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.