Western Times News

Gujarati News

ડેલ્હિવરી લિમિટેડનો IPO 11 મે, 2022ના રોજ ખુલશે

⦁ ડેલ્હિવરી લિમિટેડના દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹1 છે, જેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹462થી ₹487 નક્કી થઈ છે

મુંબઈ, ડેલ્હિવરી લિમિટેડ (“ડેલ્હિવરી” અથવા “કંપની”)એ 11 મે, 2022ના રોજ એનો આઇપીઓ (“ઓફર”) લાવવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફરનો ગાળો બિડ/ઓફર ખુલવાની તારીખ 11 મે, 2022થી એક દિવસ અગાઉ એટલે કે 10 મે, 2022 છે. Delhivery Limited’s initial public offer to open on May 11, 2022

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹462થી ₹487 નક્કી કરવામાં આવી છે, જેમાં દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹1 છે. ઓફરમાં એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન (નીચે પરિભાષિત કરેલી છે)માં લાયકાત ધરાવતા કર્મચારીઓના બિડિંગ માટે ઓફર પ્રાઇસ પર ઇક્વિટી શેરદીઠ ₹25નું એમ્પ્લોયી ડિસ્કાઉન્ટ સામેલ છે. બિડ્સ લઘુતમ 30 ઇક્વિટી શેર માટે કરી શકાશે અને પછી 30 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ઓફરમાં કંપનીના ₹1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર્સ”) સામેલ છે. ઓફર કુલ ₹52,350 મિલિયન (“ઓફર”)ની છે, જેમાં ₹40,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) સામેલ છે અને કંપનીના ચોક્કસ હાલના શેરધારકો દ્વારા ₹12,350 મિલિયનની વેચાણ માટેની ઓફર (“વેચાણ માટેની ઓફર”) સામેલ છે, જેમાં ડેલી સીએમએફ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ₹2,000 મિલિયનના ઇક્વિટી શેર,

સીએ સ્વિફ્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા ₹4,540 મિલિયનના ઇક્વિટી શેર, એસવીએફ ડોરબેલ (કેમેન) લિમિટેડ દ્વારા ₹3,650 મિલિયનના ઇક્વિટી શેર, ટાઇમ્સ ઇન્ટરનેટ લિમિટેડના ₹1,650 મિલિયનના ઇક્વિટી શેર (સંયુક્તપણે, “રોકાણકાર વિક્રેતા શેરધારકો”), કપિલ ભારતી દ્વારા ₹50 મિલિયન સુધીના કુલ ઇક્વિટી શેર,

મોહિત ટંડન દ્વારા ₹400 મિલિયન સુધીના કુલ ઇક્વિટી શેર, સૂરજ સહારન દ્વારા ₹60 મિલિયન સુધી ઇક્વિટી શેર (સંયુક્તપણે, “વ્યક્તિગત વિક્રેતા શેરધારકો”) (રોકાણકાર વિક્રેતા શેરધારકો અને વ્યક્તિગત વિક્રેતા શેરધારકોને સંયુક્તપણે “વિક્રેતા શેરધારકો” તરીકે ઓળખાશે) સામેલ હશે. આ ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”) દ્વારા સબસ્ક્રિપ્શન માટે ₹200 મિલિયન સુધીના ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે.

ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી) (“SCRR”)ની દ્રષ્ટિએ, સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝ રિક્વાયરમેન્ટ્સ) નિયમન, 2018 (“SEBI ICDR નિયમનો”) ના નિયમન 31 સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે.

આ ઓફર SEBI ICDR નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવી છે અને SEBI ICDR નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત છે, જેમાં નેટ ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”, “QIB પોર્શન”)ને ફાળવવામાં આવશે,

જેમાં શરત એ છે કે, કંપની BRLMs સાથે ચર્ચા કરીને વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો ફાળવશે (“એન્કર રોકાણકાર હિસ્સો”), જેમાંથી SEBI ICDR નિયમનો મુજબ, એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકાર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

એન્કર રોકાણકારના હિસ્સામાં સબસ્ક્રિપ્શન ઓછું થવાથી કે ફાળવણી ન થવાના કેસમાં બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. ઉપરાંત ક્યુઆઇબી પોર્શન (એન્કર રોકાણકાર પોર્શન સિવાય)નો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ચોખ્ખો ક્યુઆઇબી હિસ્સો તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,

જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર બાકીના ક્યુઆઇબી પોર્શનમાં સપ્રમાણ આધારે ઉમેરવામાં આવશે. જો નેટ કે ચોખ્ખી ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો QIBsને ફાળવી નહીં શકાય, તો એપ્લિકેશનની સંપૂર્ણ રકમ પછી રિફંડ કરવામાં આવશે.

વળી, સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ, નેટ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવવા માટે ઉપલબ્ધ થશે, જેમાંથી (એ) એક-તૃતિયાંશ હિસ્સો ₹200,000થી વધારે અને ₹1,000,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે;

અને (બી) બે-તૃતિયાંશ હિસ્સો ₹1,000,000થી વધારે એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે, જેમાં શરત એ છે કે, આ પ્રકારની પેટા-કેટેગરીઓમાં અનસબસ્ક્રાઇબ ન થયેલો હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સની અન્ય પેટા-કેટેગરીઓમાં ફાળવી શકાશે, જે ઓફર પ્રાઇસ પર કે તેનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે તથા નેટ ઓફરનો 10 ટકાથી વધારે હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”)ને ફાળવણી માટે ઉપલબ્ધ થશે.

એન્કર રોકાણકારો સિવાય તમામ બિડર્સને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયા દ્વારા સપોર્ટેડ એપ્લિકેશનનો ફરજિયાત ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમની સંબંધિત બેંક ખાતાઓની વિગતો પ્રદાન કરવી પડશે (યુપીઆઈ બિડર્સના કેસમાં UPI ID સહિત),

જેમાં બિડની રકમ ઓફરમાં સહભાગી SCSBs દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને ASBA પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની મંજૂરી નથી. ઉપરાંત એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરનાર લાયકાત ધરાવતા કર્મચારીઓને સપ્રમાણ આધારે ઇક્વિટી શેરની ફાળવણી થશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

આ ઓફરમાં ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”, સંયુક્તપણે BSE સાથે, “સ્ટોક એક્સચેન્જીસ”) પર લિસ્ટેડ થશે.

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેન્લી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. અહીં સંદર્ભિત પણ પરિભાષિત ન કરેલા તમામ મૂડીકૃત શબ્દોનો અર્થ આરએચપીમાં સૂચિત અર્થ મુજબ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.