Western Times News

Gujarati News

વાગરા વિધાનસભા ક્ષેત્રમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૪૬.૯૬ કરોડના ખર્ચે ૪૫ માર્ગો બનશે

રાજ્ય સરકાર હસ્તકના દહેજ – આમોદ અને રોઝા ટંકારીયા રોડ તથા વાગરા-પખાજણ રોડ માટે પણ મંજૂરીની મહોર : બન્ને માર્ગો માટે ૮૪.૮૦ કરોડ ફાળવ્યા.

(વિરલ રાણા) ભરૂચ,
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના પ્રયાસો અને રજૂઆતોને રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ સાથે સ્વીકારી કુલ રૂપિયા ૧૩૧.૭૬ કરોડના રસ્તાઓના નિર્માણ માટે મંજુરીની મહોર મારતા હવે વાગરા વિધાનસભા ક્ષેત્રમાં બે રાજ્ય સરકાર હસ્તકના બે માર્ગો ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વિવિધ ગામોને જોડતા ૪૫ જેટલા માર્ગોના નિર્માણ આગામી સમયમાં થશે.

વાગરા વિધાનસભા ક્ષેત્રના માળખાગત વિકાસ માટે ધારાસભ્ય અરુણસિંહ રણા હંમેશા પ્રયત્નશીલ રહે છે.લોકોની રસ્તા,પાણી અને વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થાય અને સુવિધાઓ ઉભી થાય તે માટે તેઓ હંમેશા સરકારમાં રજૂઆતો કરતા રહે છે.જેના ભાગરૂપે ભૂતકાળમાં પણ સરકારે ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાગરા વિધાનસભાના માર્ગોને મંજુર કર્યા હતા.

તાજેતરમાં વધુ એક વખત ધારાસભ્ય અરુણસિંહ રણાની રજૂઆતો સામે રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂરણેશ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વાગરા વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય હસ્તકના બે માર્ગો અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વિવિધ ગામોને જોડતા ૪૫ જેટલા માર્ગો પર મંજૂરીની મહોર મારી છે.

રાજ્ય સરકાર હસ્તકના દહેજ-આમોદ-રોજા ટંકારીયા માર્ગ માટે રૂપિયા ૩૫ કરોડ અને વાગરા-પખાજણ રોડ માટે રૂપિયા ૮૪.૮૦ કરોડ ફાળવ્યા છે. ઉપરાંત વાગરા વિધાનસભા ક્ષેત્રના ૧૫૧ ગામોને એક બીજા સાથે જોડતા ૪૫ જેટલા માર્ગોના નિર્માણ માટે કુલ રૂપિયા ૪૬.૯૬ કરોડ ફાળવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.