Western Times News

Gujarati News

વેપારીના રૂપિયા ભરેલી થેલીની ચીલઝડપ કરી જનાર 2 ઈસમો પકડાયા

ગોધરા,ગોધરાના ગીદવાણી રોડ પર જયઅંબે જનરલ સ્ટોરના દિપક બાલવાણી રાત્રે દુકાન બંધ કરીને ઘરે જવા નીકળ્યા હતા . એકટીવા પર ત્રણ સવારીમાં છેલ્લે દિપકભાઇ બાલવાણી રૂા .2,52,500 અને મોબાઇલ થેલીમાં મુકી થેલો પકડીને વૃદાવનનગર સોસાયટીમાં જતાં હતા . એકટીવા હનુમાન મંદિર પાસેથી પસાર થતાં હતા .

તે દરમ્યાન બાઇક પર 2 ઇસમો આવીને એકે થેલો ઝુંટવીને ભાગ્યા હતા .ગોધરા એ ડીવીઝન મથકે રૂા .2.52,500 રોકડા અને મોબાઇલ લુંટની ફરીયાદ નોધાઇ હતી . ગોધરા એસઓજી પીઆઇ એમ.કે.ખાંટને બાતમી મળી કે મુસ્લીમ સોસાયટીમાં રહેતા અશરફ બલ્લુ તથા સમીર બક્કરનાઓ ચોરી કરી મુદ્દામાલ ઘરે છુપાવેલ છે . હાલ તેઓ ઘરે હાજર છે .

તેવી બાતમીના આધારે એસઓજી તથા બી ડીવીઝનના સ્ટાફે તેઓના ઘરે છાપો મારીને બંને પકડી પાડયા હતા . તેમના ઘરની ઝડતી કરતાં કાળા કલરની થેલીમાંથી રોકડા રૂા .1,03,150 અને મોબાઇલ મળ્યો હતો . એસઓજી પોલીસે ચોરીના રૂા .2.20 લાખનો મુદ્દામાલ કબજે કરીને ગોધરાના એ ડીવીઝન પોલીસ મથકની ચીલઝડપની ફીરયાદનો ભેદ ઉકેલ્યો હતો .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.