Western Times News

Gujarati News

હેપેટાઈટિસમાં આવતા તાવથી બાળકોમાં લીવરની સમસ્યા

વોશિંગ્ટન, વિશ્વના અનેક ક્ષેત્રોમાં હાલ હેપેટાઈટિસના રહસ્યમયી તાવના પગલે અનેક બાળકોમાં લીવર સાથે સંકળાયેલી ગંભીર સમસ્યા જાેવા મળી રહી છે.

યુએસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સીના કહેવા પ્રમાણે તે બાળકોમાં ગંભીર હેપેટાઈટિસના ૧૦૦થી વધારે સંભવિત કેસની તપાસ કરી રહ્યું છે જેમાં ૫ મોતનો પણ સમાવેશ થાય છે. ૨૫ રાજ્યો અને વિભિન્ન ક્ષેત્રોમાં આ રહસ્યમયી બીમારીના કેસ સામે આવ્યા છે. આશરે ૨ ડઝનથી પણ વધારે દેશોમાં આ પ્રકારના અનેક સો કેસ સામે આવ્યા છે.

સીડીસી દ્વારા ૧૦૯ કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બીમારીથી પીડિત તમામ બાળકો પહેલા સ્વસ્થ હતા પરંતુ હેપેટાઈટિસના આ રહસ્યમયી તાવની લપેટમાં આવ્યા બાદ લીવરની સમસ્યા એટલી ગંભીર બની ગઈ કે, બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

જાેકે મોટા ભાગના બાળકો સાજા થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી સામે આવેલા આંકડાઓ પ્રમાણે ૧૪ ટકા બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર સર્જાઈ હતી અને આ બીમારીએ ૫ બાળકોનો ભોગ લીધો છે.

ગત સપ્તાહે સીડીસી દ્વારા એક સ્વાસ્થ્ય ચેતવણી જાહેર કરવામાં આવી હતી જેમાં ડોક્ટર્સ અને સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારીઓને આ પ્રકારના કેસ અંગે સાવધ રહેવા જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત ૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધીના કેસ સાથે સંબંધીત હિસ્ટ્રીની તપાસ શરૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

તપાસકર્તાઓ આ બીમારીનું કારણ જાણવા માટે યુએસ ઉપરાંત સમગ્ર વિશ્વમાં આકરી મહેનત કરી રહ્યા છે. આ માટે પર્યાવરણીય પરિબળોની તપાસ પણ થઈ રહી છે. તેમાં ઘરમાં જાનવરોની ઉપસ્થિતિ સહિતના અન્ય રોગજનકોની પણ તપાસ થઈ રહી છે. સાથે જ કોરોના મુદ્દે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.