Western Times News

Gujarati News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. ૯ લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી દેશની પ્રથમ કંપની

મુંબઈ, માર્કેટ કૅપના હિસાબથી આરઆઇએલ એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીનો માર્કેટ કૅપ ૯ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવું કરનારી દેશની પહેલી કંપની બની ગઈ છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ મૂકીને આરઆઇએલ દેશમાં સૌથી વધુ કમાણી નોંધાવનારી કંપની પણ બની ગઈ છે. પેટ્રોલિયમથી લઈને, રીટેઇલ અને ટેલીકામ જેવા વિભિન્ન સેક્ટરમાં ફેલાયેલી આરઆઇએલએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૬.૨૩ લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. બીજી તરફ, આઈઓસીએ ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ સમાપ્ત નાણાકીય વર્ષમાં ૬.૧૭ લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. જ્યારે,આરઆઇએલ આઈઓસીથી બે ગણું કમાઈને દેશની સૌથી મોટી નફો કરનારી કંપની પણ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીના માર્કેટ કેપમાં ઉછાળો આવ્યો છે. હવે માત્ર રિલાયન્સનો માર્કેટ કેપ ૬ સરકારી કંપનીઓ બરાબર થઈ ગયો છે. નોંધનીય છે કે, દેશની એસબીઆઇની માર્કેટ કેપ ૨.૪ લાખ કરોડ છે. બીજી તરફ,ઓએનજીસીની ૧.૮ લાખ કરોડ,આઇઓસીની ૧.૪ લાખ કરોડ,એનટીપીસીની ૧.૨ લાખ કરોડ, પાવર ગ્રિડની ૧ લાખ કરોડ અને બીપીસીએલની ૧.૧ લાખ કરોડ છે. જેથી આ તમામ કંપનીનો માર્કેટ કેપ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી ઓછો છે.
દુનિયાની મોટી રિસર્ચ ફર્મ અમેરિકન બેંક મેરિલ લિંચે પોતાના નવા રિપોર્ટમાં કહ્યું છે કે રિટેલ અને બ્રોડબેન્ડ જેવો કારોબાર શરૂ કર્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો માર્કેટ કેપ આગામી ૨૪ મહિનામાં ૨૦,૦૦૦ અમેરિકન ડાલર (લગભગ ૧૪.૨૦ લાખ કરોડ રૂપિયા) થઈ શકે છે. એવું કરનારી આ ભારતની પહેલી કંપની હશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલના ૧૨૨ અબજ ડાલર માર્કેટ કેપથી ૨૦૦ અબજ ડાલર સુધી પહોંચવા માટે અસંગઠિત કરિયાણા સ્ટોર્સમાં મોબાઇલ પોઇન્ટ આૅફ સેલ લગાવીને રિટેલ વેપાર પર પકડ, માઇક્રોસાફ્‌ટની સાથે એસએમઈ સેક્ટરમાં પ્રવેશ અને જિયો ફાઇબર બ્રોડબેન્ડ વેપારની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. મુકેશ અંબાણીની કંપનીને ટેલિકામ વેપારમાં પ્રતિ મોબાઇલ ફોન યૂઝરથી મળનારી આવક નાણાકીય વર્ષ ૨૦૨૨૨ સુધી હાલના ૧૫૧ રૂપિયાથી વધીને ૧૭૭ રૂપિયા થઈ જશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની સૌથી મોટી પેટ્રોકેમિકલ અને બીજી સૌથી મોટી ઓઇલ રિફાઇનિંગ કંપની છે.કંપનીએ ટેલિકોમ, કન્ઝ્યૂમર રિટેલ અને મીડિયા કારોબારમા્ર પણ મોટું રોકાણ કર્યુ છે. તેની ટેલિકોમ સબ્સિડિયરી, જિયોએ મોટી સંખ્યામાં ગ્રાહક એકત્ર કર્યા છે જે હવે કંપનીને સારી કમાણી કરી આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.