Western Times News

Gujarati News

પીએમસી બેન્ક કૌભાંડમાં તત્કાલીન એમડી જાેય થોમસ સામે વધુ એક ગુનો દાખલ

મુંબઇ, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓપ (પીએમસી) બેંક ગોટાળા પ્રકરણે આર્થિક ગુના શાખાએ વધુ એક કેસ નોંધ્યો છે. બેંક સાથે ૧૧૧ કરોડ રૃપિયાની છેતરપિંડી પ્રકરણે બેંકના તત્કાલિન એમડી જાેય થોમસ સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે. થોમસ સામે નિયમોને ચાતરીને લોન આપવાનો આરોપ કરવામાં આવ્યો છે આ પ્રકરણે બે બિલ્ડરોને પણ આરોપી બનાવવામાં આવ્યાં છે.

પીએમસી બેંકનું યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે. તેથી યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકના ચીફ મેનેજર પ્રવિણ કૌર ચોપ્રાની ફરિયાદ પરથી મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ આ પ્રકરણે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.

રિઝર્વ બેંકે ૨૦૧૯માં પીએમસી બેંક પર નિયંત્રણો લાગુ કર્યા બાદ બેંક પર એડમિનિસ્ટ્રેટર નિમ્યા હતા. ત્યારબાદ બેંકનું સ્વતંત્રપણે ઓડિટ કરવામાં આવ્યું હતું.

આ ઓડિટમાં આરોપી કંપનીનું લોન એકાઉન્ટ ૨૦૧૩માં બેડ ડેબ્ટ જાહેર કરવું અપેક્ષીત હતું જાે કે તેવું થયું નહોતું. આ બાબતે રિઝર્વ બેંકે કરેલ તપાસણી બાદના અહેવાલ મુજબ ૪૯.૭૪ કરોડ રૃપિયાનો મુદ્દામાલ અને ૬૧.૮૦ કરોડ વ્યાજ મળી કુલ ૧૧૧.૫૪ કરોડ રૃપિયાની લોનની રકમ બાકી હતી.

આની વસુલી માટે આગળ માલમત્તા જપ્તીની નોટિસ બજાવવામાં આવી હતી.આ ઉપરાંત તે સમયે ગિરો (તારણ) મૂકેલ ૪૨ ફ્લેટ અને ૧૨ ગાળા બેંકની પરવાનગી લીધા વગર જ વેચી મારવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. તેથી ચોપ્રાએ આ પ્રકરણે આર્થિક ગુના શાખામાં ફરિયાદ કરી હતી.

૪૩૫૫ કરોડ રૃપિયાના પીએમસી બેંક ગોટાળા પ્રકરણે થોમસ સામે આ પહેલા પણ આર્થિક ગુના શાખામાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સંદર્ભે વધુ વિગતાનુસાર આરોપી બિલ્ડરને ૨૦૦૮માં પીએમસી બેંક પાસેથી ૧૫ કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી.

આ લોન સામે બેલાપુરમાં પાંચ ઇમારતો ગિરવે મૂકવામાં આવી હતી. આ લોનની રકમ ચૂકાવવામાં આવી નહોતી. આ લોનની વસૂલી માટે કોઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી. ત્યારબાદ ૨૦૧૬માં આ બિલ્ડરે ફક્ત ૬.૨૨ કરોડ રૃપિયા ભરી ખાતું બંધ કરી દીધું હતું.

દરમિયાન આ કાળમાં જ તાત્કાલિન એમડી જાેય થોમસે ૨૦૧૨માં આ કંપનીને વધુ ૩૬ કરોડ રૃપિયાની લોન મંજૂર કરી આપી હતી. આ સમયે ૧૧૦ ફ્લેટ અને ૧૨ ગાળા ગિરો મૂકવામાં આવ્યા હતા. ૨૦૦૮માં લીધેલી લોન વખતે પણ આ પ્રોપર્ટી જ ગિરો મૂકવામાં આવી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

તેમજ થોમસને ફક્ત એક કરોડ રૃપિયાની લોન મંજૂર કરવાનો જ અધિકાર હતો. આથી વધુ લોન માટે સંચાલક મંડળની મંજૂરી લેવી આવશ્યક હતી. તેમ ન કરતા આ લોન આપવામાં આવી હતી.

વધુ ગંભીર વાત એ છે કે ૩૬ કરોડની લોન મંજૂર કરવામાં આવી હોવા છતાં ૨૦૧૨-૧૪ના સમયગાળામાં ૫૧.૧૨ કરોડની લોન આરોપી કંપનીને ફાળવવામાં આવી હતી. આ બાબતની કોઇ માહિતી રિઝર્વ બેંકને આપવામાં આવી નહોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.