Western Times News

Gujarati News

ટેલી સોલ્યુશન્સ 5 કેટેગરીઓમાં MSME ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરશે

ટેલી સોલ્યુશન્સે ‘MSME ઑનર્સ’ની બીજી એડિશનની જાહેરાત કરી-Tally Solutions Announces the Second Edition of ‘MSME Honours’

ટેલીની વિશિષ્ટ પહેલ, જે ભારત અને દુનિયાભરના MSMEની ઉપલબ્ધિઓ અને શ્રેષ્ઠ રીતોને ઓળખીને તેમને સન્માનિત કરશે

બેંગલોર, ગત ત્રણ દાયકાથી લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બિઝનેસ મેનેજમેન્ટ સોલ્યુશન ઉપલબ્ધ કરાવતી સોફ્ટવેર પ્રોડક્ટ ઉદ્યોગમાં અગ્રણી ટેલી સોલ્યુશન્સે ‘એમએસએમઈ ઑનર્સ’ની બીજી એડિશન પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે.

એમએસએમઈ ઑનર્સ અંતર્ગત દર વર્ષે આ પ્રકારના વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકોની ઓળખ કરે છે, જેમણે દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપ્યું છે. એમએસએમઈ દ્વારા સર્વશ્રેષ્ઠ રીતોને અપનાવીને વ્યવસાયો પર સકારાત્મક અસર પેદા કરવા માટે તેમને આ સન્માન આપવામાં આવે છે, જે વિવિધ શહેરોમાં કામ કરીને દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે.

જે વ્યવસાયોનુનં ટર્નઓવર રૂ. 250 કરોડથી ઓછું હોય અને જેમની પાસે કાયદેસર જીએસટી નંબર હોય એવા તમામ વ્યવસાયો આમાં સામેલ થઈ શકે છે. 16 મે, 2022 સુધી વ્યવસાયો https://tallysolutions.com/msme-honours/ પર પોતાની નોંધણી કરાવી શકે છે અથવા કોઈ પણ વ્યક્તિ કોઈ અન્ય વ્યવસાયની પણ નોંધણી કરાવી શકે છે.

એમએસએમઈ ઑનર્સની પ્રથમ એડિશન માટે દેશના 200 શહેરો અને નગરોમાંથી 1000થી વધારે નોંધણી પ્રાપ્ત થઈ હતી, 27 જૂન, 2021ના રોજ ઇન્ટરનેશનલ એમએસએમઈ ડેના પ્રસંગે 80 વ્યવસાયોને સન્માનિત કરવામાં આવ્યાં હતા.

આખું વર્ષ સોશિયલ મીડિયા, પ્રેસ અને પૉડકાસ્ટ વગેરે માધ્યમથી આ વિજેતાઓની જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ભારત સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરબ પ્રજાસત્તાક ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ, કેન્યા અને ઇન્ડોનેશિયામાંથી પણ ઉત્કૃષ્ટ વ્યવસાયોને પણ સન્માનિત કરવામાં આવશે.

એમએસએમઈ ઑનર્સ અંતર્ગત વ્યવસાયોને 5 કેટેગરીઓમાં સન્માનિત કરવામાં આવશેઃ

વંડર વુમેન: આ પુરસ્કાર એ મહિલા ઉદ્યોગસાહસિકોને આપવામાં આવશે, જેમણે તમામ મુશ્કેલીઓનો સામનો કરીને સફળ વ્યવસાય ઊભો કર્યો છે અને વ્યવસાયિક સમુદાયમાં રોલ મોડલ બની ગઈ છે.

બિઝનેસ મેસ્ટ્રોઃ આ પુરસ્કાર વેપારી જગતના એ દિગ્ગજોને આપવામાં આવશે, જે યુવાન ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાસ્તોત્રની ભૂમિકા અદા કરે છે, જેમણે ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે મજબૂત અને સ્થાયી પાયો નાંખ્યો છે.

નેક્સ્ટ જેન આઇકનઃ આ પુરસ્કાર એ સ્ટાર્ટ-અપ્સને આપવામાં આવશે, જેમણે બજારમાં ઉપલબ્ધ ખામીઓને ઓળખી છે અને આ માટે આધુનિક સમાધાન પ્રસ્તુત કર્યા છે.

ડિજિટલ ટાન્સફોર્મરઃ આ કેટેગરી અંતર્ગત એ વ્યવસાયોને સન્માન આપવામાં આવશે, જેમણે આધુનિક ટેકનોલોજીને અપનાવી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યા છે.

ચેમ્પિયન ઓફ કોઝઃ આ પુરસ્કાર એ વ્યવસાયોને આપવામાં આવશે, જેમણે પોતાના પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય સ્તરે કલ્યાણમાં યોગદાન આપ્યું છે.

આ પહેલ પર ટેલી સોલ્યુશન્સના માર્કેટિંગ ગ્લોબલ હેડ મિસ જયતિ સિંહે કહ્યું હતું કેઃ “એમએસએમઇ કોઈ પણ અર્થતંત્રની કરોડરજ્જુ છે અને આપણી બિઝનેસ ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અમારી આ પહેલ તેના યોગદાનને ઓળખીને તેમને સન્માનિત કરે છે.

આ વર્ષે અમે દેશ અને દુનિયાભરના હજારો એમએસએમઇ સુધી પહોંચવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, અમે દરેક વર્ગના શહેરો અને દરેક સેગમેન્ટમાં એ ઉદ્યોગસાહસોને સન્માનિત કરીશું, જેમણે બિઝનેસ સિસ્ટમ પર સકારાત્મક અસર પેદા કરી છે.

સાથે સાથે અમે વિવિધ પ્લેટફોર્મ્સ પર તેમની સ્ટોરી પણ રજૂ કરીશું, જેનાથી દેશના અન્ય ઉદ્યોગસાહસિકોને પ્રેરણા મળશે. ઇન્ટરનેશનલ એમએસએમઇ ડે અભિયાન અંતર્ગત અમે ઈટી નાઉ સાથે જોડાણ કર્યું છે, જ્યાં ઉદ્યોગસાહસિકો માટે તેમના વ્યવસાય સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કાર્યશાળાઓની સીરિઝનું આયજન કરવામાં આવશે.”

એમએસએમઈ ઑનર્સ માટે પ્રાપ્ત નોંધણીનું મૂલ્યાંકન નિષ્ણાત જ્યુરી કરશે, જ્યુરીમાં એમએસએમઈ ઉદ્યોગના દિગ્ગજ સામેલ હશે, જે વિજેતાઓની જાહેરાત કરશે. તેમાં મહાનગરો, ટિઅર 1, ટિઅર 2 અને ટિઅર 3 શહેરોની નોંધણી સામેલ હશે. ટેલીના 2 મિલિયનથી વધારે SMEનો લાઇસન્સ બેઝ, 28,000 પાર્ટનર્સ, 1 લાખથી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, દેશના 520થી વધારે શહેરોમાં એની વ્યાપક પહોંચ – આ પહેલનો ઉદ્દેશ અને વ્યાપની પુષ્ટિ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.