Western Times News

Gujarati News

પ્રેમીના અન્ય સાથેના લગ્નની વાતથી નારાજ પ્રેમિકાએ દવા ગટગટાવી

ઝઘડિયા તાલુકાના એક ગામે પ્રેમીના અન્ય સાથેના લગ્નની વાતથી નારાજ પ્રેમિકાએ દવા ગટગટાવી.
યુવતીના લગ્ન બાદ છુટાછેડા થયેલ હતા અને દોઢ વર્ષથી તેને ઝઘડીયા તાલુકાના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની યુવતીના લગ્ન થયા બાદ પતિ સાથે અણબનાવ થતા છુટાછેડા થયેલ હતા.ત્યાર બાદ આ યુવતી તેના ભાઈ સાથે રહેતી હતી.પાછલા દોઢેક વર્ષ જેટલા સમયથી આ યુવતીને દિલિપ નામના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.દરમ્યાન આ યુવતી ગતરોજ તા.૧૩ મીના રોજ તેના ભાઈના ઘરે હાજર હતી ત્યારે તેના પ્રેમી દિલિપનો ફોન આવ્યો હતો.
યુવતીને તેના પ્રેમીએ જણાવ્યું હતુ કે તે બીજા લગ્ન કરવાનો છે.ત્યાર બાદ બપોરના ૧૨ વાગ્યાના સમયે આ યુવતી તેના પ્રેમી દિલિપને ત્યાં આવી હતી.તે સમયે યુવતીને જાણવા મળ્યુ હતુકે તેના પ્રેમી દિલિપના બીજી જગ્યાએ લગ્ન નક્કી થયેલ છે અને બે દિવસ પછી લગ્ન થવાના છે.આ વાત જાણ્યા બાદ યુવતીને આઘાત લાગ્યો હતો અને ઘરની પાછળ પડેલી જંતુનાશક દવાની બોટલ માંથી તેણે દવા પી લીધી હતી.
દવા પીધા બાદ યુવતીને ચક્કર આવીને તેની તબિયત બગડતા સ્થાનિક  દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.ત્યાર બાદ વધુ સારવારની જરૂર જણાતા તેને ભરૂચ લઈ જવામાં આવી હતી. યુવતીએ ભરૂચ દવાખાના માંથી ઝઘડીયા પોલીસમાં ઘટના સંદર્ભે જાણ કરી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.