Western Times News

Gujarati News

અમે ક્યારેય લક્ઝરી કાર અને આલિશાન ઘર નહીં ખરીદી શકીએ

મુંબઈ, ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારોએ લક્ઝરી કાર અથવા આલિશાન ઘર ખરીદ્યુ હોવાના સમાચાર સમયાંતરે સામે આવતા રહે છે. અમુક કલાકારોને તો લક્ઝરી ગાડીઓ ખરીદવાનો શોખ હોય છે, તેમની પાસે શાનદાર કલેક્શન હોય છે. પરંતુ અમુક કલાકારો એવા પણ છે જે સાદગી પસંદ કરતા હોય છે. તેમાંના એક છે પંકજ ત્રિપાઠી. તેમનું ઘર પણ સિંપલ છે અને લાઈફસ્ટાઈલ પણ અત્યંત સાધારણ છે.

પંકજ ત્રિપાઠી પોતાના કોમિક ટાઈમિંગ અને અદ્દભુત ડાયલોગ ડિલિવરીને કારણે વખણાય છે. બોલિવૂડમાં તેમની ખૂબ બોલબાલા છે. પરંતુ તેમ છતાં તેમને લાગે છે કે તેઓ ક્યારેય લક્ઝરી કાર અને આલિશાન ઘર નહીં ખરીદી શકે. પંકજ ત્રિપાઠી સાથેની વાતચીતમાં આ માટેનું કારણ જણાવ્યું છે.

પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે તેમણે બાળપણમાં અત્યંત ગરીબીના દિવસો જાેયા છે. તેમના ઘરે એક ટીવી પણ નહોતું. બિહારના ગોપાલગંજ સ્થિત એક ગામમાં મિડલ ક્લાસ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી ગ્રેજ્યુએશન કર્યું છે. ૨૦૦૪માં તેઓ મુંબઈ આવ્યા હતા. ઘણાં વર્ષોની મહેનત પછી ૨૦૧૨માં ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરથી તેમને પોપ્યુલારિટી મળી હતી.

૨૦૦૪માં ફિલ્મ રનથી બોલિવૂડ ડેબ્યુ કરનાર પંકજ ત્રિપાઠી જણાવે છે કે, હું અત્યંત સાધારણ પરિવારથી આવુ છું. હું અને મારા પત્ની વર્ષોથી મુંબઈમાં રહીએ છીએ, પરંતુ અમને ક્યારેય લક્ઝરી લાઈફની જરૂર નથી જણાઈ. મને નથી લાગતું કે હું ક્યારેય એક ફેન્સી કાર અથવા આલિશાન ઘર બનાવવા માટે લોન પણ લઈ શકીશ.

પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે તે એક ખેડૂતના પુત્ર છે અને બિહારના અંતરિયાળ ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમણે બાળપણમાં ક્યારેય પૈસા નથી જાેયા. પંકજ જણાવે છે કે, ગામમાં મારા ઘરે ટીવી પણ નહોતું. હું પૈસાનું મહત્વ સમજીને મોટો થયો છું.

મને નથી લાગતું કે પૈસા અને આ પ્રકારની વસ્તુઓ માટે મારો દ્રષ્ટિકોણ ટૂંક સમયમાં બદલાઈ શકે છે. મને લાગે છે કે ખુશહાલ અને સહજતા વાળું જીવન જીવવા માટે વધારે પૈસાની જરૂર નથી. મારી પાસે જે છે તેમાં હું ખુશ રહેવાનો પ્રયત્ન કરુ છું.

નોંધનીય છે કે ગત વર્ષે જ્યારે પંકજ ત્રિપાઠી કૌન બનેગા કરોડપતિમાં આવ્યા હતા ત્યારે તેમણે પોતાના સ્ટ્રગલના દિવસોની વાત કરી હતી. તેમણે કહ્યુ હતું કે ૨૦૦૪માં જ્યારે તેઓ મુંબઈ આવ્યા હતા ત્યારે તે આઠ વર્ષ સુધી ખાલી બેઠા હતા અને પત્ની ઘર ચલાવતા હતા.

ઉલ્લેખનીય છે કે ગેંગ્લ ઓફ વાસેપુર પછી પંકજ ત્રિપાઠીએ અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું. અત્યારે તો એક વર્ષમાં તેમની ૩-૪ ફિલ્મો આવે છે. ૨૦૨૧માં તેમની ચાર ફિલ્મો રીલિઝ થઈ હતી. આ વર્ષે તે ઓએમજી-૨ અને શેરદિલમાં જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.