Western Times News

Gujarati News

સેનાના નવા પ્રમુખ લદ્દાખના ૩ દિવસીય પ્રવાસે, ઓપરેશનલ તૈયારીની સમીક્ષા કરી

PIB

શ્રીનગર, ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ શનિવારના ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા માટે લદ્દાખના ફોરવર્ડ એરિયાનો પ્રવાસ કર્યો. આ દરમ્યાન તેઓએ સેક્ટરમાં તૈનાત ભારતીય સેના અને આઈટીબીપીના જવાનો સાથે વાતચીત કરી.

સેના પ્રમુખ ગુરુવારના લદ્દાખની પોતાની ત્રણ દિવસીય યાત્રા પર પહોંચ્યા હતા. તેમની લદ્દાખની યાત્રા ભારતીય સેનાની કમાન સંભાળ્યાના લગભગ બે સપ્તાહ બાદ થઈ રહી છે.

આ પહેલા સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ પૂર્વી લદ્દાખ ક્ષેત્રની યાત્રા દરમ્યાન વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતની સૈન્ય તૈયારીઓની વ્યાપક સમીક્ષા કરી. ત્રણ દિવસીય યાત્રાના પ્રથમ દિવસે લેહ સ્થિત ફાયર એન્ડ ફ્યૂરી કોર મુખ્યાલયમાં વરિષ્ઠ કમાંડરેએ સેના પ્રમુખને પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં સુરક્ષા સ્થિતિની સમગ્ર સમીક્ષા ઉપલબ્ધ કરાવી હતી.

આ ક્ષેત્રમાં ભારત અને ચીનના સૈનિક ગત બે વર્ષથી આમને-સામને છે. ૩૦ એપ્રિલના ભારતીય સેના પ્રમુખના રૂપમાં પદભાર સંભાળ્યા બાદ જનરલ પાંડે દિલ્હીથી બહાર આ પ્રથમ પ્રવાસ છે.

સેનાપ્રમુખના એલએસીના પ્રવાસને લઈને સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું, સેના પ્રમુખને સીમાઓ પર સુરક્ષાની વ્યવસ્થાથી અવગત કરાવવામાં આવ્યા, જેમાં પૂર્વી લદ્દાખ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.

ક્ષમતા વિકાસની ઉચ્ચ ગતિને બનાવી રાખતા બળો દ્વારા ઉચ્ચ સ્તરની પરિચાલન તૈયારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ત્યાં જ જનરલ પાંડેએ ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાંડિંગ-ઈન-ચીફ લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદી અને ફાયર એન્ડ ફ્યૂરી કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિનેન્ટ જનરલ એ સેનગુપ્તાની સાથે ઉપરાજ્યપાલ આર.કે.માથુર સાથે મુલાકાત કરી હતી.

સેનાએ કહ્યું હતું કે, આ બાદ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં નાગરિક સૈન્ય સહયોગ અને વિકાસ ગતિવિધિઓમાં ભારતીય સેનાની ભૂમિકાથી સંબંધિત મુદ્દા પર વિસ્તૃત ચર્ચા થઈ.

ભારત અને ચીનની વચ્ચે સીમા પર ચાલી રહેલ વિવાદને ધ્યાનમાં રાખતા ભારતીય સેનાએ પોતાની તૈનાતી એલએસી પર વધારી છે. હાલ કોઈ પ્રકારના ઘુસણખોરી અથવા કોઈ મોટી દુર્ઘટના થવાની જાણકારી સામે આવી નથી. જાે કે, ભારતીય સેના LOC પર ચીનની દરેક હરકત પર બાજ નજર રાખવામાં આવી રહી છે. પહેલાના ઘટનાક્રમોને ધ્યાનમાં રાખતા ચીન પર બિલકુલ ભરોસો કરી શકાય નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.