Western Times News

Gujarati News

ઉત્તર કોરિયામાં કોરોનાના ૧૦ લાખ કેસ, ૫૦નાં મોત

Files Photo

પ્યોંગયાંગ, ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ-ઉને સ્વાસ્થ્ય અધિકારીઓને ફટકાર લગાવી છે અને સેનાને દવાનુ વિતરણ કરવામાં મદદ કરવાનો આદેશ આપ્યો છે કેમ કે દેશમાં કોવિડના કેસની લહેર ચાલી રહી છે.

પ્યોંગયાંગ જેમને તાવ કહી રહ્યા છે તેનાથી અત્યાર સુધી ૧૦ લાખથી વધારે લોકો બીમાર થઈ ચૂક્યા છે. લગભગ ૫૦ લોકોના મોત પણ નીપજ્યા છે પરંતુ તે સ્પષ્ટ નથી કે તે શંકાસ્પદ કેસમાંથી કેટલાનો કોવિડ ટેસ્ટ થયો હતો.

ઉત્તર કોરિયાની પાસે કોવિડ પરીક્ષણની સીમિત ક્ષમતા છે, તેથી અમુક જ કેસની પુષ્ટિ થઈ છે. રસીકરણની અછત અને ખરાબ સ્વાસ્થ્ય સેવા પ્રણાલીના કારણે ઉત્તર કોરિયાઈ લોકોના વિશેષરૂપથી કોરોના વાયરલની ચપેટમાં આવવાની સંભાવના છે. તેથી અહીં દેશવ્યાપી લોકડાઉન લાગુ છે.

કિમ જાેંગ-ઉનને ગયા રવિવારે એક ઈમરજન્સી પોલિટ બ્યુરો બેઠકનુ નેતૃત્વ કર્યુ, જ્યાં તેમણે અધિકારીઓ પર રાષ્ટ્રીય દવા ભંડારના વિતરણમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો.

તેમણે આદેશ આપ્યો કે સેનાની ચિકિત્સા વાહિનીના શક્તિશાળી દળ પ્યોંગયાંગ શહેરમાં દવાઓના પુરવઠાને તરત સ્થિર કરવા માટે પગલા વધાર્યા.

ઉત્તર કોરિયાએ ગયા અઠવાડિયે પોતાના પહેલા કોવિડ કેસની પુષ્ટિ કરી, જાેકે વિશેષજ્ઞોનુ માનવુ છે કે કોરોના વાયરસની દેશમાં ઘણા સમય પહેલા એન્ટ્રી થઈ ચૂકી છે. કિમ જાેંગ-ઉને ઉત્તર કોરિયામાં કોરોના વાયરસના પ્રસારને નિયંત્રિત કરવા માટે કડક લોકડાઉન લાગુ કર્યા છે.

આંતરરાષ્ટ્રીય સમુદાયે ગયા વર્ષે એસ્ટ્રાજેનેકા અને ચીન નિર્મિત કોવિડ વેક્સિનના લાખો ડોઝ ઉત્તર કોરિયાને પુરવઠો આપવાની રજૂઆત કરી હતી પરંતુ પ્યોંગયાંગે દાવો કર્યો હતો કે તેણે જાન્યુઆરી ૨૦૨૦ની શરૂઆતમાં જ પોતાની સીમાઓને સીલ કરીને કોવિડને નિયંત્રિત કરી લીધો હતો.

ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા અને ચીનની સાથે જમીનની સરહદ વહેંચે છે.
આ બંને દેશ કોરોનાના પ્રકોપ સામે ઝઝૂમી ચૂક્યા છે. ચીન હવે પોતાના સૌથી મોટા શહેરોમાં લોકડાઉનની સાથે ઓમિક્રોન વેરિઅન્ટની લહેરને રોકવા માટે સંઘર્ષ કરી રહ્યુ છે.SSS*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.