Western Times News

Gujarati News

હાલોલ નગરપાલિકા ચિફ ઓફિસરે RTI હેઠળ મહિતી ન આપતાં 5 હજારનો દંડ

(પ્રતિનિધિ) ગોધરા, હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ નગરના એક નાગરિકને અધિકાર અધિનિયમ હેઠળની માહિતી સમયમર્યાદામાં ન આપતાં મુખ્ય અધિકારી સામે અરદારે અપીલ દાખલ કરતાં માહિતી આયોગ ગાંધીનગર દ્રારા ચીફ ઓફીસ ને રૂા .૫૦૦૦ નો દંડ ફટકાર્યો હતો જે ચર્ચાનો વિષય બન્યો છે .

હાલોલ નગરના સ્ટેશન રોડ પર રહેતા મનુભાઈ સુમારમલ અડવાણીએ તા .૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ નગરપાલિકા ખાતે મુખ્ય અધિકારી વિરાજ શાહને અરજી કરી RTI હેઠળ પાલિકા દ્વારા સાફ – સફાઈ અને આરોગ્યના કામોમાં વપરાતા સાધન સામગ્રીના સંસાધનો , સાધનોનો કેટલો વપરાશ થાય છે ,

ટેન્ડર પ્રક્રિયા કરી સાધનોની ખરીદી કરાઈ છે કે નહીં જેવા ૭ મુદ્દાની માહિતી મુખ્ય અધિકારી પાસે માંગી હતી . જેમાં પાલિકાના ચિફ ઓફિસરે સમય મર્યાદામાં માહિતી ન આપતાં કે કોઈ યોગ્ય પ્રત્યુત્તર પણ ન આપતાં અરજદાર મનુભાઈએ વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે કમિશનરને તા .૨૦ માર્ચ ૨૦૨૧ ના રોજ લેખિત અપીલ કરી હતી .

જેમાં તેઓની પ્રથમ અપીલને પગલે પ્રાદેશિક કમિશનરે જાે શક્ય હોય તો વિનામૂલ્યે ૭ દિવસમાં માહિતી આપવા હુકમ કર્યો હતો . છતાં ચિફ ઓફિસરે કોઈ માહિતી કે કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન આપતાં ૩૦ માર્ચ ૨૦૨૧ ના મુખ્ય રોજ મનુભાઈએ મુખ્ય માહિતી આયોગ ગાંધીનગર ખાતે બીજી અપીલ દાખલ કરી હતી .

જેને લઇને આ કેસની પ્રથમ સુનાવણી ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૨ માં કરાઇ હતી અને આયોગ દ્વારા ૧૭ ૨૦૨૨ ના ફેબ્રુઆરી વચગાળાનો હુકમ કરી પાલિકાના મુખ્ય અધિકારી અને માહિતી અધિકારી વિરાજ શાહે ગંભીર બેદરકારી દાખવી સમયમર્યાદામાં માહિતી આપવામાં નિષ્કાળજી રાખી RTIની કલમનો ભંગ કર્યો હોઇ તેઓની સામે કાર્યવાહી શા માટે ના હાથ ધરવી તેની સ્પષ્ટતા , લેખિત ખુલાસો કરવા આયોગને મોકલી આપવા ફરમાન કર્યું હતું .

જેમાં વિરાજ શાહે ૭ મુદ્દાની માહિતી પણ ના આપી કે અપીલની સુનાવણીમાં હાજર પણ ન રહ્યા હતા . અને અરજદાર સાથે નગરપાલિકા ખાતે નિરીક્ષણમાં પણ હાજર ન રહી માહિતી માંગનાર પોતે હાજર ન રહ્યા હોવાનું ખોટું બહાનું ધર્યુ હતું . આયોગે સંપૂર્ણ બાબતને ધ્યાને લઈ નગરપાલિકાના મુખ્ય અધિકારી અને માહિતી અધિકારી ગણાતા એવા વિરાજ શાહને સંપૂર્ણ બાબતે જવાબદાર ઠેરવી રૂા . ૫૦૦૦ નો દંડ ફટકાર્યો હતો .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.