Western Times News

Gujarati News

ન્યૂ યોર્કમાં બર્થ ડે પર પત્ની સાથે રોમેન્ટિક થયો વિકી

મુંબઈ, બોલિવુડના હાર્ટથ્રોબ વિકી કૌશલનો ૧૬ મે બર્થ ડે હતો. એક્ટર છેલ્લા એક અઠવાડિયાથી પત્ની કેટરીના કૈફ સાથે ન્યૂયોર્કમાં વેકેશન એન્જાેય કરી રહ્યો છે. લગ્ન બાદનો આ વિકી કૌશલનો પહેલો બર્થ ડે છે અને તે ન્યૂયોર્કમાં જ સેલિબ્રેટ કરવાનો છે.

બર્થ ડે પર વિકી કૌશલ પર ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્‌સ અને ફેન્સ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થયો છે. કેટરીના કૈફે પણ પતિને વિશ કર્યું છે અને ન્યૂ યોર્કના વેકેશન દરમિયાનની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે. જેમાં બર્થ ડે બોય બ્લૂ ટીશર્ટ અને ડેનિમમાં જાેવા મળી રહ્યો છે, આ સાથે તેણે ગોગલ્સ અને કેપ પહેરી રાખી છે, હંમેશાની જેમ આ લૂકમાં તે હેન્ડસમ લાગી રહ્યો છે. તો કેટરીના કૈફે ફ્લાવર પ્રિન્ટનું વ્હાઈટ આઉટફિટ પહેર્યું છે અને નો મેકઅપ લૂકમાં ગજબની સુંદર લાગી રહી છે.

કેટરીના કૈફ અને વિકી કૌશલે એકબીજાને બાહુપાશમાં લઈને પોઝ આપ્યા છે. કેટરીના પતિ સામે પ્રેમથી જાેઈ રહી છે જ્યારે વિકીનું ધ્યાન કેમેરા તરફ છે. જાે બીજી તરફમાં વિકી પત્નીને પ્રેમથી ચૂમતો જાેવા મળી રહ્યો છે. પતિ વિકીને વિશ કરતાં કેટરીનાએ લખ્યું છે ‘ન્યૂયોર્કવાળો બર્થ ડે…માય લવ…સાદી ભાષામાં કહું તો તું દરેક બાબતોને સારી બનાવે છે’.

કેટરીનાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં વિકી કૌશલે લખ્યું છે ‘શાદીશુદાવાલા બર્થ ડે’ આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ મૂક્યા છે. સની કૌશલે ભાઈ વિકી કૌશલને બર્થ ડે વિશ કરતાં તેની હલ્દી સેરેમનીમાંથી અનસીન તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે ‘જન્મદિન મુબારક મેરી જાન’, કોમેન્ટ કરતાં વિકી કૌશલે રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. પપ્પા શામ કૌશલે વિકી કૌશલના બાળપણની તસવીર શેર કરી છે.

જેમાં તે ક્યૂટ લાગી રહ્યો છે. બેબી વિકી પપ્પાનો ખોળામાં બેઠો છે, તેણે ઓરેન્જ અને વ્હાઈટ કલરની ટીશર્ટ અને શોટ્‌સ પહેરી છે. તેમણે જે કોલાજ શેર કર્યું છે, તેમાં લેટેસ્ટ તસવીર પણ છે. જેમા બાપ-દીકરા બંને એકબીજાને ભેટી રહ્યા છે.

દીકરાને વિશ કરતાં શામ કૌશલે લખ્યું છે ‘જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા બેટા. હંમેશા પ્રેમ અને આશીર્વાદ. તારા જેવો દીકરો મળ્યો તે માટે ધન્યતા અને ગર્વ અનુભવું છું. રબ રખા’. વિકી કૌશલે કોમેન્ટ કરી છે કે ‘લવ યુ ડેડ!’. વિકી કૌશલ લગ્ન બાદનો પહેલો બર્થ ડે પત્ની સાથે સેલિબ્રેટ કરી રહ્યો છે.

વિકી અને કેટરીનાએ ડિસેમ્બર, ૨૦૨૧માં રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ પાસે મેઘના ગુલઝારની શામ બહાદુર, લક્ષ્મણ ટેકરની સારા અલી ખાન સાથેની અનટાઈલ્ડ ફિલ્મ અને ગોવિંદા મેરા નામ જેવી ફિલ્મો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.