Western Times News

Gujarati News

ઓઆઇસીએ કોઈ એક દેશના ઈશારે સાંપ્રદાયિક એજન્ડા ન ચલાવવો જોઈએઃ ભારત

નવીદિલ્હી, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઇસી)એ જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન સામે વાંધો ઉઠાવ્યો છે. સીમાંકન અંગે ઓઆઇસી દ્વારા અનેક ટિ્‌વટ કરવામાં આવી હતી.ઓઆઇસીના મહાસચિવે તો તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ પછી ભારતે પણ ઈસ્લામિક દેશોના સંગઠનને ઠપકો આપતા કહ્યું કેઓઆઇસીએ કોઈ એક દેશના ઈશારે સાંપ્રદાયિક એજન્ડા ન ચલાવવો જાેઈએ. ભારતનો ઈશારો પાકિસ્તાન તરફ હતો.

આ વિષય પર પૂછવામાં આવેલા સવાલો પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘અમને આશ્ચર્ય થાય છે કે ઓઆઇસીએ ફરી એકવાર ભારતના આંતરિક મામલાને લઈને બિનજરૂરી ટિપ્પણી કરી છે.’ તેમણે કહ્યું કે અગાઉ પણ ભારત સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ- ઓઆઇસીએ કાશ્મીર અંગેના નિવેદનોને ફગાવી દીધા છે. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે.

ઓઆઇસીના જનરલ સેક્રેટરી હિસેન બ્રાહિમ તાહાએ કહ્યું હતું કે તેઓ જમ્મુ-કાશ્મીરની જનસંખ્યામાં ફેરફારને લઈને ચિંતિત છે. આ જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો સાથે છેડછાડ છે. તેમણે એક ટિ્‌વટમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ હેઠળ ત્યાંના લોકોને ર્નિણય લેવાનો અધિકાર છે.

જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીર માટે રચાયેલ સીમાંકન પંચે પોતાનો અંતિમ રિપોર્ટ સોંપી દીધો છે. આ પછી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર હવે જમ્મુ-કાશ્મીરમાં ૯૦ વિધાનસભા બેઠકો હશે. ૧૮ વિધાનસભા બેઠકો ધરાવતી એક લોકસભા બેઠક હશે. એટલે કે લોકસભાની કુલ ૫ બેઠકો હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.