Western Times News

Gujarati News

સીએમ યોગીએ પીએમ મોદીના સ્વાગતમાં કરેલુ ટ્‌વીટ ચર્ચામાં

લખનૌ, પીએમ મોદી ગઈ કાલે પાડોશી દેશ નેપાળના પ્રવાસે હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકારના મંત્રીઓ સાથે મુલાકાત પણ કરી.

આ દરમિયાન તેમણે યોગી સરકારના મંત્રીઓને સલાહ આપતા કહ્યું કે વધુમાં વધુ સમય તેમણે પોતાના મતવિસ્તારોમાં વિતાવવો જાેઈએ. જાે કે આ બધા વચ્ચે સીએમ યોગીએ પીએમ મોદીના સ્વાગતમાં જે ટ્‌વીટ કરી હતી તે ખુબ ચર્ચામાં આવી ગઈ છે. આવો જાણીએ એવું તે શું છે એ ટ્‌વીટમાં કે આટલી ચર્ચા થઈ રહી છે.

પીએમ મોદી જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા ત્યારે સીએમ યોગીએ તેમનું સ્વાગત કર્યું અને એક ફોટો શેર કરીને ટ્‌વીટ કરતા લખ્યું હતું કે ‘શેષાવતાર ભગવાન શ્રી લક્ષ્મણજીની પાવન નગરી લખનઉમાં તમારું હાર્દિક સ્વાગત અને અભિનંદન…’.

જાે કે આ ટ્‌વીટમાં તેમણે નામ બદલવા અંગે તો કશું લખ્યું નથી પરંતુ લખનઉને લક્ષ્મણજીની પાવન નગરી તરીકે ગણાવવા બદલ સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા થઈ રહી છે. એટલે સુધી કે લોકો તો તેને એક સંકેત તરીકે પણ જાેઈ રહ્યા છે. કેટલાક યૂઝર્સ તો લખનઉનું નવું નામ પણ સૂચવવા લાગ્યા છે. તેમણે લખનઉનું નામ બદલીને લક્ષ્મણપુરી કરવાની પણ સલાહ આપી દીધી છે.

અત્રે ખાસ જણાવવાનું કે યુપીની યોગી આદિત્યનાથ સરકાર અત્યાર સુધીમાં પ્રદેશના અનેક સ્થળોના નામ બદલી ચૂકી છે. જેમાં અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ તથા ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી ચૂકી છે. આ ઉપરાંત મુગલસરાય સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાળ રેલવે સ્ટેશન પણ કર્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.