Western Times News

Gujarati News

ગોધરાના 11 ગામની જમીનોને શ્રી સરકાર કરવા પ્રાંતનો હુકમ 

 કૃષિ મામ.ની સત્તામાં ન હોવા છતાં હુકમ , તમામ જમીન 73 / AA અને ગણોતધારા -43 નિયંત્રણોવાળી હતી

ગોધરા પ્રાન્તે કૃષિ મામલતદારનો હુકમ રદ કરીને જમીનો સરકાર હસ્તક કરી દીધી

ગોધરા,ગોધરાના 8 થી 10 કી.મીના ગામો ની જમીન અન્ય બીન આદિવાસીઓને ટ્રાન્સફર થયેલા ની રજુઆતના આધારે વડોદરા હક્ક પત્રકની ટીમ દ્વારા 22 ગામોમાં રેકર્ડની ચકાસણી કરી હતી .

રેકર્ડની તપાસમાં પ્રથમ દૃષ્ટીએ જે જમીનોમાં સત્તા પ્રકાર ગણોતધારા -43 ને આધિન બિન તબદીલ અવિભાજય તથા લેન્ડ રેવન્યુ કોડની કલમ -73 AA ને આધીન હોવાથી બંને નિયંત્રણ લાગુ પડતા હોય છે .

જેથી કંકુથાભલા , ગોવિંદી , જાફરાબાદ , નસીરપુર , દરૂણીયા , આંગડીયા , ભામૈયા , કોટડા , સારંગપુર , પોપટપુરા , વાવડી બુઝર્ગ ના 159 સર્વેઓની જમીનના રેકર્ડની ચકાસણી કરતાં જમીનો નિયત્રણ હેઠળ આવતી છતાં સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી લીધા વિના જમીનોને અન્યો ને તબદીલ , વેચાણ કરી હોવાનું મળ્યું હતું .

જે મા ગણોતધારા- 43 ની જોગાવાઇઓ હેઠળ મામલતદાર અને કૃષિપંચ નો હુકમ કાયદાની જોગવાઇ વિરુદ્ધ હોવાની મામલતદાર અને કૃષિપંચનો હુકમો રદ કરીને 11 ગામોના 159 સર્વઓની આશરે 390 એકર જેટલી જમીનોને ગોધરા પ્રાંન્ત રાજપુતે શ્રી સરકાર કરવાનો હુકમ કરીને ગામ દફતરે નોંધ કરી જરૂરી ફેરફાર કરવાનો હુકમ કર્યો હતો .

જમીનોને શ્રીસરકારની યાદી *

ગામ સંખ્યા શ્રી સરકાર કંકુથાભલા 48 121 એકર, આંગડીયા 18 48 એકર, ભામૈયા 2 6.5 એકર, કોટડા 2 11.5 એકર, ગોવિંદી 61 138 એકર, જાફરાબાદ 13 23 એકર, સારંગપુર 3 8.5 એકર ,નસીરપુર 6 20 એકર, દરૂણીયા 2 4 એકર, પોપટપુરા 1 3.5 એકર ,વાવડી બુઝર્ગ 3 3.5 એકર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.