Western Times News

Gujarati News

વિશ્વનું સૌપ્રથમ લાઈવ પાણીપુરી મશીન શેરઈટે લોન્ચ કર્યું

વર્ષ 2025 સુધીમાં 1,250 ફ્રેન્ચાઈઝી સાથે દેશભરમાં વિસ્તરણની યોજના

કંપની હાલ 26 દેશોમાં નિકાસ કરે છે જે પૈકી 40 ટકા નિકાસો અમેરિકા, કેનેડા અને દુબઈ જેવા મોટા બજારોમાં થાય છે

અમદાવાદ, લોકપ્રિય રેડી-ટુ-ફ્રાય બ્રાન્ડ ‘શેરઈટ’ના ગૌરવવંતા માલિક, એ ઈનોવેટિવ ફૂડ પ્રોડક્ટ્સ એલએલપીએ ભારતમાં વિશ્વનું સૌપ્રથમ લાઈવ પાણીપુરી બનાવવાનું મશીન લોન્ચ કર્યું છે. Shareat launches world’s first Live Panipuri machine in India

અમદાવાદ સ્થિત કંપની ખાદ્યપ્રેમીઓને આરોગ્યપ્રદ અને ગુણવત્તાવાળી તાજી ઘઉંના લોટની પાણીપુરી પૂરી પાડવા  દેશના આ સૌથી ઝડપથી વિકસતા વ્યવસાયમાં રોજગારીની તકો ઊભી કરવા માટે આવા ફૂડ મશીનનો નવતર ખ્યાલ લઈને આવી છે. કંપનીએ પાણીપુરી મશીન માટે પેટન્ટ માટે અરજી કરી છે અને વર્ષ 2025 સુધીમાં 30 દેશોમાં તેની નિકાસ કરવાની યોજના ધરાવે છે.

આ અંગે વધુમાં જણાવતાં એ ઈનોવેટિવ ફૂડ પ્રોડક્ટ્સ એલએલપીના સહસ્થાપક શ્રી જયેશ પટેલે  (Mr. Jayesh Patel, Co-Founder, A Innovative Food Products LLP) જણાવ્યું હતું કે “ભારતીય લોકો પાણીપુરીના ખૂબ જ શોખીન છે અને અમને આ વિશિષ્ટ કોન્સેપ્ટ લોન્ચ કરવામાં ગર્વ છે જે ફૂડ પ્રેમીઓને એક અનોખો અનુભવ આપશે.

આ મેડ ઈન ઈન્ડિયા મશીન આરોગ્યપ્રદ, તાજી અને કડક પાણીપુરી તૈયાર કરવા માટે જ બનાવવામાં આવ્યું છે. અમે મશીનની ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી અને તેનો સારો પ્રતિસાદ મળ્યો હતો. હાલમાં અમે અમદાવાદમાં 4, વડોદરામાં 2, રાજકોટમાં 2, બેંગ્લોરમાં 1 અને દુબઈમાં 2 મશીન લગાવ્યા છે. અમે તેને ફ્રેન્ચાઈઝી મોડલ પર આપી રહ્યા છીએ અને વર્ષ 2025 સુધીમાં 1,250થી વધુ ફ્રેન્ચાઈઝી ધરાવવાનું લક્ષ્ય રાખ્યું છે.”

મશીનની સાથે, કંપની રેડી-ટુ-ફ્રાય પાણીપુરીની વિશાળ રેન્જ અને સ્વાદિષ્ટ પોટેટો-મિક્સ પણ રજૂ કરે છે જેના માટે પણ પેટન્ટ અરજી કરેલી છે. મશીનને ફક્ત કલાકોમાં ઇન્સ્ટોલ કરી શકાય છે અને વ્યક્તિ ઓછી જગ્યા અને રોકાણ સાથે પોતાનો ફૂડ બિઝનેસ શરૂ કરી શકે છે.

“પાણીપુરી એ ભારતમાં સૌની પ્રિય અને મહત્તમ ઉપયોગમાં લેવામાં આવતી ફૂડ આઈટમ છે. મોટાભાગની પુરીનું ઉત્પાદન નાના આઉટલેટ્સ અથવા અસ્વચ્છ સ્થળોએ અસંગઠિત એકમો દ્વારા કરવામાં આવે છે જેઓ ઉત્પાદનના ઘટકો, પુરી બનાવવાની પ્રક્રિયા, સ્વાદ અને અન્ય ગુણવત્તાના પાસાઓ વિશે ઝાઝી દરકાર રાખતા નથી હોતા.

આ મશીન સાથે, અમે મોટાપાયે ઉદ્યોગસાહસિકો પણ ઊભા કરવા માંગીએ છીએ જેથી રોજગારીની તકો ઊભી થઈ શકે અને લોકો ઘઉંના લોટમાંથી બનેલી તાજી પાણીપુરીનો આનંદ લઈ શકે,” એમ શ્રી પટેલે ઉમેર્યું હતું.

વર્ષ 2015 માં શરૂ થયેલ, ‘શેરઈટ’ અનુક્રમે ‘ફૂચકા’ અને ‘જલ બોલ્સ’ ના નામથી તૈયાર પાણીપુરી અને પાણીપુરી મિક્સની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. આ ખાદ્ય ચીજોને ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંના લોટનો ઉપયોગ કરીને આરોગ્યપ્રદ રીતે તૈયાર કરવામાં આવે છે.

પોતાના સાણંદ પ્લાન્ટમાં હાઈ-ટેક યુરોપિયન મશીનરી સાથે, કંપની સ્થાનિક અને નિકાસ માંગને પહોંચી વળવા દરરોજ બે કરોડથી વધુ ઘઉંના લોટની પાણીપુરીનું ઉત્પાદન કરે છે. ‘શેરઈટ’ના બ્રાન્ડ નામ હેઠળ, કંપની કુલ 36 એસકેયુ ધરાવે  છે. હાલમાં કંપની યુએસ, કેનેડા, દુબઈ, બાંગ્લાદેશ, નેપાળ વગેરે જેવા મોટા બજારોમાં 40% નિકાસ સાથે 26 દેશોમાં નિકાસ કરે છે. કંપની વર્ષ 2025 સુધીમાં રૂ. 200 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય ધરાવે છે.

એ ઈનોવેટિવ ફૂડ પ્રોડક્ટ્સ એલએલપી એ ચમક ગ્રુપનો એક ભાગ છે જે એન્જિનિયરિંગ, ફૂડ, કન્સ્ટ્રક્શન, ફાઈબર રિઈન્ફોર્સ્ડ પ્લાસ્ટિક, પેઈન્ટ્સ, એક્સપાન્ડેડ પોલીસ્ટેરીન વગેરે જેવા અનેક વ્યવસાયો સાથે સંકળાયેલું ઉદ્યોગજૂથ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.