Western Times News

Gujarati News

નટખટ જેહનું ખૂબ ધ્યાન રાખે છે ભાઈજાન તૈમૂર

મુંબઈ, સ્ટાર કિડ્‌સની વાત કરવામાં આવે ત્યારે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના બન્ને દીકરાઓ સૌથી વધારે પોપ્યુલર છે. તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાનના આટલી નાની ઉંમરમાં મોટી સંખ્યામાં ફેન્સ છે. પાપારાઝીના પણ આ બન્ને બાળકો ફેવરિટ છે, તેઓ જ્યાં પણ દેખાય છે ત્યાં તેમની એક ઝલક કેમેરામાં કેદ કરવા માટે તેઓ પડાપડી કરતા હોય છે.

કપૂર અથવા પટૌડી પરિવારના સભ્યો પણ જાે તૈમૂર અથવા જેહની કોઈ તસવીર શેર કરે તો સોશિયલ મીડિયા પર તરત વાયરલ થઈ જતી હોય છે. તાજેતરમાં જ સૈફ અલી ખાનની મોટી બહેન સબા અલી ખાને બન્ને ભાઈઓની એક સુંદર તસવીર શેર કરી છે.

સબા અલી ખાને જે તસવીર શેર કરી છે તેમાં જાેઈ શકાય છે કે તૈમૂરે પોતાના નાના ભાઈ જેહને ખોળામાં તેડેલો છે. બન્ને ભાઈઓ બ્લ્યુ કલરના આઉટફિટ્‌સમાં અત્યંત ક્યુટ લાગી રહ્યા છે. તૈમૂરે વાદળી અને પીળા રંગની પ્રિન્ટેડ ટી-શર્ટ અને શોર્ટ્‌સ પહેર્યા છે જ્યારે જહાંગીરે પણ બ્લ્યુ કલરની ટી શર્ટ પહેરી છે. તસવીરની સાથે સાથે સબા અલી ખાને કેપ્શન પણ ઘણું સુંદર આપ્યું છે.

સબાએ લખ્યું છે કે, ભાઈઓ…મોટો ભાઈ રક્ષા કરી રહ્યો છે, નાનો ભાઈ ભેટી રહ્યો છે. નાનું બાળક હંમેશા મસ્તીખોર હોય છે. માટે અમારી પાસે એક પ્રોટેક્ટિવ ભાઈજાન છે. આ સિવાય સબા અલી ખાને ટીમટીમ, જેહજાન, સૈફઅલીખાનપટૌડી, બિગબ્રધર, તૈમૂરઅલીખાન, જેહઅલીખાન, સિબ્લિંગ્સ વગેરે હેશટેગ પણ મૂક્યા છે. સબા અલી ખાનની આ તસવીર પર ફોલોવર્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને સોહા અલી ખાન કરતા સબા અલી ખાન અલગ છે. તેણે પોતાને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી હંમેશા દૂર રાખી છે. તે વધારે લાઈમલાઈટમાં રહેવાનું પણ પસંદ નથી કરતી. જાે કે તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. તે પોતાની અને પરિવારના સભ્યોની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.