Western Times News

Gujarati News

વડાલી સગર સમાજની આસ્થાના કેન્દ્ર મહાકાળી મંદિરે રજત જયંતિ મહોત્સવનો શુભારંભ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, વડાલી સગર સમાજ ના આસ્થા કેન્દ્ર જેવા વડાલી ખેડબ્રહ્મા હાઇવે પર આવેલ શ્રી મહાકાળી માતાજી મંદિર નો ચાર દિવસનો રજત જયંતિ મહોત્સવ ૨૨ નો શુભારંભ આજે ૧૯- ૫- ૨૨ ને ગુરુવારે સવારે ૦૮ઃ૦૦ કલાકે પધારેલ સંતો, મહંતો, ભૂદેવો તથા સમાજના અગ્રણીઓ તથા ધર્મ પ્રેમી લોકોની હાજરીમાં કરાયો હતો.

સંત રામ કૃપાલુ મહારાજ (મોટા રામદવારા ઇડર), સંત તુલસીદાસ મહારાજ (વિરેશ્વર આશ્રમ ), સંત દોલતરામ મહારાજ (નોરતા પાટણ આશ્રમ), સંત વિશ્વ ભારતીજી મહારાજ (જુનાગઢ આશ્રમ), સંત રમીલાબા (માંકડી આશ્રમ), અને સંત રામજસ મહારાજ ઇડર વાળા વિગેરે એ દિપ પ્રાગટ્ય કરી તથા મંત્રોચ્ચાર દ્વારા ઉત્ક્રૂષ્ઠ ધાર્મિક વાતાવરણ માં રજત જયંતિ મહોત્સવ નો શુભારંભ કરાવ્યો હતો.

શ્રી મહાકાળી માતાજી મંદિર વડાલીના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ એસ. સગર તથા પાચ ગામ સમસ્ત સગર સમાજ ના પ્રમુખ પ્રભુભાઈ કે.સગર તથા સમાજના તમામ આગેવાનો તથા ભાઈ-બહેનોએ છેલ્લા એક મહિનાથી કરેલ પરિશ્રમને કારણે મહોત્સવનો શુભારંભ ખૂબ જ સારી રીતે થયેલ. આજથી શરૂ થયેલ આ કાર્યક્રમમાં ચારેય દિવસ આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો તથા રાત્રે સત્સંગ, ડાયરો જેવા કાર્યક્રમો રહેશે.

પહેલા દિવસે રાત્રે ૦૮ઃ૦૦ કલાકે કાજલ મહેરીયા લોક ગાયિકા દ્વારા રાસ ગરબા, બીજા દિવસે રાત્રિ ૮ઃ૦૦ કલાકે જયદીપદાન ગઢવી લોક સાહિત્યકાર દ્વારા લોક ડાયરો ત્રીજા દિવસે રાત્રે ૦૮ઃ૦૦ રીયા પટેલ રાધે મ્યુઝિકલ ગ્રુપ દ્વારા રાસ ગરબાનો કાર્યક્રમ છે ત્રીજા દિવસે વડાલી નગરમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નિકળશે જેના ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે. ચોથા અને છેલ્લા દિવસે રવિવારે ૧ઃ૦૦ કલાકે મહાપ્રસાદ રહેશે અને કાર્યક્રમનું સમાપન થશે આસપાસના તમામ ધાર્મિક લોકોને આ મહોત્સવનો લાભ લેવા અનુરોધ કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.