Western Times News

Gujarati News

સમાજના નિર્માણમાં સભ્યતા, પરંપરા, સંસ્કાર મહત્વના: મોદી

વડોદરા, વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના ૧૮ માં પાટોત્સવ નિમિતે તા.૧૬ થી ૨૨ મે સુધી સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બાલ- બાલીકા શિબિર, કથા-વાર્તા, ધુન-કીર્તન, જ્ઞાનગોષ્ઠી, પ્રેઝન્ટેશન તેમજ એકાંતિક ધર્મપોષક અનેકવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો રજુ થઈ રહ્યા છે. દરમ્યાન આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઇન ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સંસ્કાર શિબિરમાં લાખો લોકો જાેડાયા છે. મને અવસર આપ્યો તે બદલ ધન્યતા અનુભવું છું. સમાજના નિર્માણમાં સભ્યતા, પરંપરા, આકાર, વિચાર, વ્યવહાર ,સંસ્કાર મહત્વનો ભાગ ભજવે છે.

શિબિર થકી સ્પષ્ટતા સાથે નવી ઉર્જાનો સિંચઈ થતાં નવચેતના મહેસુસ થશે. એક તરફ ભારત દેશ આઝાદી નું અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. બીજી તરફ નવા ભારત માટે સામૂહિક પ્રયાસ થઈ રહ્યો છે.આ સમયે શિબિરનું આયોજન વિશેષ સહકાર આપે છે.

કોઈ પણ ક્ષેત્રમાં ચુનોતી સામે ભારત સન્માન સાથે આગળ ઉભું રહ્યું છે. ભારત દેશની સફળતા યુવાઓના સામર્થ્યનું સૌથી મોટું સાક્ષી છે. સારા સંસ્કાર અન્યનું પણ કલ્યાણ કરે છે. સંસ્કારી નગરી વડોદરામાં સંસ્કાર ઉત્સવ યોજાયો છે.

આપણને દેશ માટે મરવાનું નહીં પણ જીવવાનું સૌભાગ્ય મળ્યું છે. ત્યારે સમાજસેવી કાર્યો કરવા જાેઈએ તે પણ દેશહિતમાં યોગદાન જ કાર્ય છે. એક વર્ષ માટે ડિજિટલ કરન્સી અપનાવી મોટી ક્રાંતિ અંગે નાનકડો પ્રયાસ કરવા યુવાનોને આહવાન કર્યું હતું.

સાથે એક વર્ષ દરમિયાન માત્ર ૭૫ કલાકનો સમય દેશમાં સેવાભાવી કાર્યો સંદર્ભે સંકલ્પ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે નાગાલેન્ડની દીકરીએ કાશીના ઘાટ સાફ કર્યા તે કિસ્સાને યાદ કર્યો હતો. પાણી બચાવો, વીજળી બચાવો જેવા અનેક કાર્યો દેશભક્તિ નું ઉદાહરણ છે. જન ઔષધી કેન્દ્ર ઉપર સસ્તા દરે દવાઓ મળે, વીજળી બચાવો જેવા અનેક કાર્યો દેશભક્તિ નું ઉદાહરણ છે.

જન ઔષધી કેન્દ્ર ઉપર સસ્તા દરે દવાઓ મળે છે આ સેવાઓ લોકો સુધી પહોંચાડો. ધરતી માતાની ચિંતા કરતા તેમને દવાઓ નહીં ખવડાવી પ્રાકૃત પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંકલ્પ લઈએ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ આર પાટીલે જણાવ્યું હતું કે, સંસ્કૃતિ ટકી રહે તેનો જશ સંત અને મહંતના ફાળે જાય છે. સંસ્કૃતિનો ફાયદો સંયુક્ત કુટુંબ ઉદાહરણ છે. સંતોના ચીંધેલા માર્ગ પર ચાલવાથી સારા પરિણામ પ્રાપ્ત થાય છે. તેમનું માન-સન્માન અને સુરક્ષા આપણી ફરજ છે.

દેશની જવાબદારી ઉપાડનાર યુવાનોમાં સંસ્કારનું સિંચન અનિવાર્ય છે. સંત-મહંત, સમાજ ને સાથે રાખી આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રધાનમંત્રી દેશની પ્રગતિ કરી રહ્યા છે. સાત દિવસની શિબિરમાં યુવાનો જ્ઞાનનું ભાથું લઈ જવાબદારી કેળવવાની ક્ષમતા સાથે બહાર જશે.

આ દરમિયાન તેમણે શિવાજી મહારાજ તથા સરદાર વલ્લભભાઈ પટેલની સફળતાનો પર્યાય પણ દર્શાવ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, વૃદ્ધાશ્રમની જરૂરિયાત ન ઉદભવે તે માટે સંત મહંતના સારા શિક્ષણ સિંચાઇનો સિંહફાળો રહેલો છે.

રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિરનો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોવા છતાં તમામ પક્ષના આગેવાનો સાધુ સંતોને સાથે રાખી મંદિર નિર્માણ કાર્ય શરૂ કર્યું છે.

આ દરમિયાન કોઈપણ પ્રકારનો વિરોધ થયો નથી અને સબકા સાથ સબકા વિકાસ સુત્રને સાર્થક કરી બતાવ્યું છે. કાશી વિશ્વનાથ એટલે સૌથી મોટા મહાદેવ બિરાજમાન હતા. જે મંદિર ખંડેર હાલતમાં હતું.

જેનો જિર્ણોદ્ધાર થતાં હવે નદીમાં બેસી પસાર થતા ભક્તો પણ દર્શન કરી શકે છે. હાલ જ્ઞાનવાપીનો વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે લોકોમાં ચર્ચા છે મંદિર મસ્જિદ મુદ્દે અંગેની પરંતુ હિંદુ ધર્મ ઉપરના પ્રત્યાઘાત, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના પ્રયાસો ઉજાગર થઇ રહ્યા છે.

ઘણા દિવસો બાદ ગુજરાતીમાં સંબોધન કરવાનો અવસર પ્રાપ્ત થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વડોદરા રૂબરૂ પહોંચ્યો હોત તો સારું હતું. પરંતુ સમયના બંધનના કારણે શક્ય થઈ શક્યું નથી. ભાજપ પક્ષે મને ટિકિટ આપી અને વડોદરા -કાશીએ એકસાથે મને એમ.પી. બનાવ્યો હતો. પરંતુ વડોદરા -કાશીએ મને પી.એમ.ની ટિકિટ આપી છે.

આ પ્રસંગે અનેક દિગ્ગજ નેતા યાદ આવી રહ્યા છે. જેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષો પહેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બનશે. અને તે સમયે વડોદરા તેની મૂળ ભુમી બની જશે.

આજે મધ્ય ગુજરાતની ઇકો સિસ્ટમ કેન્દ્ર બિંદુ વડોદરા બન્યું છે. ઐતિહાસિક પાવાગઢ ધામનો જીર્ણોદ્ધાર થઇ રહ્યો છે. પાવાગઢ મહાકાળી માતાના મંદિરે માથું ટેકવી આશીર્વાદ મેળવવા છે. વિશ્વ સ્તરીયે મેટ્રોમાં વડોદરાનું ખૂબ મોટું યોગદાન છે. જે વડોદરા અને ભારતની તાકાત બની છે.SS2MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.