Western Times News

Gujarati News

જાનમાં જૂની અદાવતમાં ફાયરિંગ કરતા વરરાજાના ભત્રિજાનું મોત

અલવર, અલવર જિલ્લાના માલાખોડા વિસ્તારમાં જાન નીકળતી વખતે જૂની અદાવતમાં બે ભાઈઓએ એક જાનૈયાને માર માર્યો હતો. આરોપી બંને ભાઈઓએ પહેલા તો હાથાપાઈ કરી અને બાદમાં હથિયાર કાઢીને ફાયરિંગ કર્યું હતું. તેના કારણે એક ગોળી વરરાજાના ભાઈને વાગી હતી અને બીજી તેમના ભત્રિજાને વાગી હતી.

વરરાજાના ભત્રીજાને ગોળી છાતીમાં વાગવાથી તેમનું મોત થઈ ગયું હતું. આ હંગામામાં બીજા અન્ય જાનૈયાઓ પણ ઘાયલ થયા હતા. ફાયરિંગના કારણે ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટના બાદ આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. પરંતુ જાનમાં સામેલ કેટલાક લોકોએ તેમના હથિયાર છીનવી લીધા હતા. હથિયારો પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે આ ઘટના માલાખેડા નજીક બડેર ગામમાં બુધવારે રાત્રે બની હતી. કઠૂમરના પત્થર પહાડી ગામના નિવાસી ઓમપ્રકાશ યાદવે જણાવ્યું કે, તેમના ભત્રીજા દેવેન્દ્ર યાદવના લગ્ન હતા. જાન બસમાં કઠૂમરથી બડેર ગામમાં આવી હતી પરંતુ કઠૂમરના જ બે ભાઈઓ દેવેન્દ્ર અને કલુઆ પોતાની બાઈક દ્વારા જાનમાં સામેલ થવા આવ્યા હતા.

રાતના સમયે જેવી જાન નીકળવાની શરૂ થઈ તો દેવેન્દ્ર અને કલુઆએ જાનમાં હાજર મુકેશ સાથે જૂની અદાવતને લઈને મારપીટ શરૂ કરી દીધી હતી.અન્ય જાનૈયાઓએ બચાવ કરવા માટે તે લોકોને રોકવા અને સમજાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બંને ભાઈઓએ અન્ય લોકોને દૂર રહેવાની ધમકી આપી હતી.

જાનૈયાઓ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા તે દરમિયાન દેવેન્દ્ર અને કલુઆએ ફાયરિંગ કર્યું હતું. તેમાં એક ગોળી વરરાજા દેવેન્દ્રના ભત્રીજા આકાશ યાદવને છાતીમાં વાગી હતી અને બીજી ગોળી વરરાજાના ભાઈ સુનિલના પગમાં વાગી હતી.

આ ઘટના બાદ ત્યાં અફરા તફરી મચી ગઈ હતી. ત્યારબાદ આકાશ અને સુનીલને અલવરના રાજીવ ગાંધી સામાન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ત્યાં ડોક્ટર્સે આકાશને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની સૂચના મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. પીડિત પક્ષની ફરિયાદના આધાર પર આરોપીઓની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધી હતી. પરિવારજનોએ જણાવ્યું કે, દેવેન્દ્ર અને કલુઆ બાઉંસર છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.