Western Times News

Gujarati News

ઐશ્વર્યા ૨૦ વર્ષથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેતી આવી છે

મુંબઈ, ૭૫મા કાન ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે. બુધવારે બોલિવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ચાલી હતી. ઐશ્વર્યા છેલ્લા ૨૦ વર્ષથી આ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની રહી છે. આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચન સાથે પહોંચી છે.

હાલ ઐશ્વર્યા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના લૂકને લઈને ચર્ચામાં છે. પરંતુ તાજેતરમાં જ તેણે આપેલા એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ગેરહાજરી અંગે વાત કરી હતી. ઐશ્વર્યા આજકાલ ખૂબ ઓછી ફિલ્મો કરે છે ત્યારે તેણે આ પાછળનું કારણ જણાવ્યું છે.

ઐશ્વર્યાનું કહેવું છે કે, છેલ્લા બે વર્ષ કોરોના મહામારીના કારણે પડકારજનક રહ્યા હતા અને તે વાસ્તવિકતા પર ધ્યાન કેંદ્રિત કરી રહી હતી. ઐશ્વર્યાના કહેવા પ્રમાણે, તેનું સંપૂર્ણ ધ્યાન અંગત જીવન પર અને સુરક્ષિત રહેવા પર હતું. ઐશ્વર્યા આગળ કહ્યું કે, તેની દીકરી છે અને પરિવારમાં ઘણાં વડીલો છે અને તેમને સુરક્ષિત રાખવા તેની પ્રાથમિકતા હતી.

ઐશ્વર્યાએ કહ્યું, “હું એવી વ્યક્તિ નથી જે અપેક્ષાઓમાં જીવે. ‘હે! ભગવાન સમય કેમ ભાગી રહ્યો છે, કેમ આ વર્ષે એક પણ ફિલ્મ રિલીઝ ના થઈ, એક વર્ષમાં કેટલી ફિલ્મ રિલીઝ કરવા માગુ છું, કેવા પ્રકારની કોમેન્ટ ગમશે કે કેવા પ્રકારની ટિપ્પણી આકર્ષશે?’ આ બધી બાબતોમાં હું પડતી નથી.

ઐશ્વર્યા પોતાને નસીબદાર માને છે કારણકે તે લોકો શું કહેશે કે ઈન્ડસ્ટ્રી શું કહેશે તે વિચારીને પરેશાન નથી થતી અને વાસ્તવિકતા પર ધ્યાન કેંદ્રિત કરીને જીવી શકે છે. “હું આ નથી અને ક્યારેય થઈ પણ નહીં શકું.

હું સારા સમયમાં આ ના હોઈ શકું તો પછી કોવિડ-૧૯ જેવી મહામારીમાં તો જરા પણ આ રીતે વર્તી ના શકું.” ઐશ્વર્યા રાયે પોતાને વાર્તાનો કાચબો ગણાવી છે. તેને લાગે છે કે કરિયરની શરૂઆતથી જ તે આ કાચબા જેવી રહી છે. તે કામ પર ધ્યાન કેંદ્રિત કરે છે પરંતુ સાચી ગતિએ, યોગ્ય સમયે અને સમર્પણ સાથે. છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ફન્નેખાં’માં જાેવા મળેલી ઐશ્વર્યા રાય હવે મણિરત્નમની પીરિયડ-ડ્રામા ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’માં જાેવા મળશે.

આ ફિલ્મમાં વિક્રમ, જયરામ રવિ, કાર્તી, ત્રિશા, જયરામ, શોભિતા ધુલિપાલા સહિતના એક્ટર્સ છે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.