Western Times News

Gujarati News

લગ્ન કરવાનો હોવાની ચર્ચા શરૂ થતાં અર્જુને શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ

મુંબઈ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવુડના મોસ્ટ લવ્ડ કપલ્સમાંથી એક છે. જ્યારે પણ બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરે છે ત્યારે ફેન્સ કોમેન્ટ કરીને તેમના પર પ્રેમ વરસાવે છે. કપલ છેલ્લા ચાર કરતાં વધુ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને પરંતુ હવે તેમણે લગ્નના પ્લાનિંગ પર મૌન સેવીને રાખ્યું છે.

અર્જુન અને મલાઈકા આ વર્ષે વિન્ટર વેડિંગ કરવાના હોવાની ખબર બુધવારે વહેતી થઈ હતી. તેઓ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્‌સમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, લગ્ન મુંબઈમાં જ થશે અને બંનેના પરિવાર તેમજ અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે.

હવે, અર્જુન કપૂર, જે ‘ધ લેડી કિલર’ના શૂટિંગમાં વ્યસ્ત છે, તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ક્રિપ્ટક પોસ્ટ શેર કરી છે. તેણે લગનની ચર્ચા પર રિએક્ટ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. તેણે લખ્યું છે ‘કેવી રીતે દરેક કોઈ મારા કરતાં મારા વિશે વધારે જાણે છે તે ગમ્યું’. સાથે તેણે લાફિંગ ઈમોજી પણ મૂક્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર મેરેજ રજિસ્ટર કરાવવાના છે.

જેમાં એક્ટ્રેસ સિમ્પલ સાડી તો અર્જુન કૂર્તો પહેરશે. જે બાદ તેઓ વેડિંગ પાર્ટી હોસ્ટ કરશે. જેમાં તેઓ વેસ્ટર્ન આઉટફિટ પહેરશે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે ઘણા સમય સુધી તેમના સંબંધો છુપાવીને રાખ્યા હતા. પરંતુ ૨૦૧૯માં એક્ટરે તે જાહેર કરી દીધા હતા.

સંંબંધો જાહેર કરવા પાછળનું કારણ જણાવતાં અગાઉ એક્ટરે કહ્યું હતું કે, ‘લોકોને ગોસિપ કરી અને અન્યના જીવન વિશે ચર્ચા કરવાનું ગમે છે.

લોકોને તમારા સંબંધો વિશે અટકળો લગાવવા દઈને તમે તમારા સંબંધોને અર્થહીન સમજાે છો. તેથી, તે વિશે જાહેરમાં જ વાત કરીને એક લિમિટ નક્કી કરી દેવી જરૂરી છે. તેણે ઉમેર્યું હતું કે, ‘જેટલી વધારે અટકળો તમે લોકોને લગાવવા દો છો ત્યારે તેઓ ગમે તે લખી દે છે અથવા કોઈ પણ લાગણી મનમાં રાખ્યા વગર લખી દે છે.

જેની અસર તમારા સંબંધો પર પડે છે અને એક સમયે તમને એકબીજાની લાગણી અર્થહીન લાગે છે. જાે તમે રિલેશનશિપ યથાવત્‌ રાખવા માગતા હો તો તેને માન આપો અને બહાર નીકળીને કહી દો કે, આ અમારી સીમા છે અને હવે અમે સાથે છીએ’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, મલાઈકા અરોરા ઘણા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે જ્યારે અર્જુન કપૂર પાસે એક વિલન રિટર્ન્સ, કુત્તે અને લેડી કિલર જેવી ફિલ્મો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.