Western Times News

Gujarati News

સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડયું

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ, શુકલતીર્થ, મંગલેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામના વિકાસ માટે ૨૫ મે ૨૦૧૧ ના રોજ ૫૦ કરોડના ખર્ચે વિકસિત કરવા માટે ખાતમુર્હત વિધિ યોજાયા બાદ આજદિન સુધી પ્રવાસનધામ નો વિકાસ ન થતા કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડયું છે.

૧૧ વર્ષ બાદ પણ વિકાસ થી વંચિત પ્રવાસન ધામ રાજકીય કાવાદાવા માં વિકાસ થી વંચિત રહ્યું હોવાના કારણે પૂર્વ પટ્ટી વિસ્તારના ગ્રામજનો હવે પ્રવાસનધામો ને વિકસિત કરવાની માંગ સાથે આંદોલનના મૂળ માં આવી રહ્યા છે.

ગત તારીખ ૨૫ મે ૨૦૧૧ ના રોજ કબીરવડ ના વિકાસ માટે કરોડો રૂપિયાની કરાઈ હતી.મેઘા ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલોપમેન્ટ પ્રેયોજકટ હેઠળ કબીરવડ,અંગારેશ્વર અને શુકલતીર્થ ને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારના ટુરિઝમ મંત્રી સુબોધકાંત સહાય તથા ગુજરાત સરકારના ટુરિઝમ મંત્રી જયનારાયણ વ્યાસ સહિતના મંત્રીઓના હસ્તે તકતી લગાવી ખાતમુર્હત વિધિ કરાઈ હતી.

પરંતુ ખાતમુર્હત વિધિ બાદ આજદિન સુધી ત્રણેય પ્રવાસનધામો ૧૧ વર્ષ બાદ પણ વિકાસ થી વંચિત રહ્યા છે.જેના પગલે પૂર્વ પટ્ટી ના ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

ત્યારે ખાતમુર્હત વિધિ બાદ પણ વિકાસ થી વંચિત કબીરવડ આજે હોડીઘાટ પ્રવાસીઓ વિના સુનો પડયો છે.જેના પગલે કબીરવડ ને વિકસિત કરવાની માંગ સાથે અંગારેશ્વર ગામના મહેશ પરમારે ગામના વિકાસ માટે મુખ્યમંત્રીને પાત્ર લખ્યો છે અને હજુ ૧૦ દિવસ બાદ વડાપ્રધાન ને સંબોધિત પત્ર લખ્યા બાદ પૂર્વ પટ્ટી ના ત્રણ પ્રવાસન ધામ જેનું ૨૦૧૧ માં ખાતમુર્હત થયું છે.તેના વિકાસ માટે આંદોલન નું રણશિંગુ ફૂંકનાર છે.

કબીરવડ છેલ્લા ૧૧ વર્ષથી વિકાસ થી વંચિત કેમ રહ્યું છે?અને વિકાસ માટે ફાળવેલા કરોડો રૂપિયા ક્યાં ગયા? તે મુદ્દે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા એ કહ્યું હતું કે કબીરવડ સહિતના ત્રણ પ્રવાસનાધામના વિકાસ માટે જે તે સમયે અહેમદભાઈ પટેલે ૫૦ કરોડની ફાળવણી કરી હતી.

જેતે સમયે ખાતમુર્હત પણ કરાયું હતું અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને જનતાદળ યુ નું શાસન હતું ત્યારે ૨૦૧૮ માં કબીરવડમાં પ્રવાસીઓને આકર્ષી શકે તે માટે અને પ્રવાસીઓની રજા ની મઝા માં વધારો કરવાના ભાગરૂપે વિવિધ બોટ તથા વિવિધ પર્યટક તરીકે ની સુવિધા ઉભી કરવામાં આવી હતી અને હજારો પ્રવાસીઓ માટે કબીરવડ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.

પરંતુ જિલ્લા પંચાયતમાં ભાજપ નું શાસન આવતા કબીરવડ ની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડયા હોવાના કારણે કબીરવડ આજે વિકાસ થી વંચિત રહેવા સાથે પ્રવાસીઓ વિના સૂનું પડયું હોવાના આક્ષેપ કર્યા હતા.

તો કબીરવડના વિકાસ મુદ્દે જિલ્લા પંચાયતમાં ભાજપ સત્તા ઉપર હોય તે મુદ્દે ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયાએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતમાં વર્ષોથી કોંગ્રેસ અને જનતાદળ યુ નું શાસન રહ્યું હતું અને કબીરવડ સહીત આજુબાજુના પ્રવાસનધામોને વિકસિત કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે અને કબીરવાડના પ્રવાસનધામો ને વિકસિત કરવા માટે ભાજપ હરહમેંશા વિકાસને આગળ ધપાવવા માટે કાર્યરત છે અને છેલ્લા ૨ વર્ષ થી જ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન રહ્યું છે.

કબીરવડ ના વિકાસ માટે જિલ્લા પંચાયત આગામી દિવસમો કબીરવડ ને કેવી રીતે વિકસિત કરાઈ તે અંગેના પ્રયાસો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

કબીરવડના મંદિરના મહંતે પણ કબીરવડ કયારે વિકસિત થશે તેની ખબર નથી પરંતુ મેં પોતે કબીરવડ એટલે કે નદી ની સામે પાળ કે જ્યાં કબીરવડનું મંદિર આવેલું છે.ત્યાં ગાદીપતિ નું સામાન્ય મંદિર બનાવવા માટે જેનો ખર્ચ માત્ર ૨૫ લાખ થાય છે.તેની સામે ત્રણ ઘણા રૂપિયા ખર્ચ્યા છે.જેમાં જળમાર્ગે બોટ માં રેતી,કપચી અને ઈંટો લાવવાની મજૂરી જ માત્ર લાખો રૂપિયા ખર્ચ્યા છે.

જે મંદિર બનાવવા માટે માત્ર ૨૫ લાખ થાય છે પરંતુ તેનું મટીરીયલ લાવવા અને મજૂરી જ ૫૦ લાખ રૂપિયા થઈ છે.જાે જળમાર્ગે આર.સી.સી બ્રિજ બનાવવામાં આવે તો આ બ્રિજ મારફતે મટીરીયલ લાવવા સરળતા રહે તોજ કબીરવડ વિકાસ તરફ આગળ વધી શકે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.