Western Times News

Gujarati News

દિશા રેપ કેસમાં ૪ આરોપીઓનું એન્કાઉન્ટર ફેક હોવાનો રિપોર્ટ

હૈદરાબાદ, જસ્ટિસ વીએસ સિરપુરકરની આગેવાની હેઠળના સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત તપાસ પંચે તેલંગાણામાં વેટરનિટી ડોક્ટર દિશા દુષ્કર્મ અને હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવેલા ચાર આરોપીઓના એન્કાઉન્ટરને ફેક ગણાવ્યું છે અને આ એન્કાઉન્ટમાં સામેલ તમામ ૧૦ પોલીસકર્મી વિરુદ્ધ ફેક એન્કાઉન્ટર અને હત્યાનો આરોપ મઢવામાં આવ્યો છે.

ચાર શકમંદોમાં – મોહમ્મદ આરીફ, જાેલ્લુ શિવા, જાેલ્લુ નવીન અને ચિંતાકુંતા ચેન્નાકેસાવુલુ હતા જે પૈકી ત્રણ તો સગીર વયના હતા. પનલે આગળ તારણ આપતા તમામ ૧૦ પોલીસ અધિકારીઓ – વી સુરેન્દર, કે નરસિમ્હા રેડ્ડી, શૈક લાલ માધર, મોહમ્મદ સિરાજુદ્દીન, કોચરલા રવિ, કે વેંકટેશ્વરુલુ, એસ અરવિંદ ગૌડ, ડી જાનકીરામ, આર બાલુ રાઠોડ અને ડી શ્રીકાંત પર કલમ ૩૦૨ સાથે ૩૪ IPC હેઠળના ગુનાનો કેસ ચલાવવામાં આવે, સાથે કલમ ૨૦૧નો પણ સમાવેશ કરવામાં આવે, કારણ કે પુરાવાનું વિશ્લેષણ દર્શાવે છે કે તમામ ૧૦ પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલા જુદા જુદા કૃત્યો મૃત શંકાસ્પદોને મારવાના સામાન્ય ઇરાદાને આગળ વધારવા માટે કરવામાં આવ્યા હતા.

તેલંગાણા સરકાર તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન વાંધાને બાજુ પર રાખીને ચીફ જસ્ટિસ એન વી રમના અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે CoI રિપોર્ટના આધારે યોગ્ય કાર્યવાહી માટે તેલંગાણા હાઈકોર્ટને તેમની સમક્ષની સમગ્ર પેન્ડિંગ કાર્યવાહી ટ્રાન્સમિટ કરી અને CoIના વકીલ કે. પરમેશ્વરને તપાસ અહેવાલની નકલો તમામ પક્ષકારોને આપવા માટે જણાવ્યું છે. દિવાન કે જેમણે પહેલા ઘણા કિસ્સાઓમાં વ્યક્તિગત રીતે ‘સીલબંધ કવર કાર્યવાહી’નો વિરોધ કર્યો હતો.

આ વખતે તપાસ પંચના સીલબંધ કવર અહેવાલને જાહેર કરવાનો સખત વિરોધ કર્યો હતો. કારણ કે અહેવાલમાં પેનલે રાજ્ય સરકારને સહકાર ન આપવા અને સત્ય બહાર આવતા અટાવવાના પ્રયાસ બદલ બિનજરૂરી વલણ અપનાવવા અંગે ઠપકો આપ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.