Western Times News

Gujarati News

ખેડા જિલ્‍લા સંકલન ફરિયાદ સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્‍નો અંગે રજૂઆત કરાઇ

ખેડા જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે જિલ્‍લા કલેકટર કચેરી નડિયાદ ખાતે યોજાઇ હતી. આ બેઠક જિલ્‍લા કલેકટર ઈન ચાર્જ અને ડી.ડી.ઓ. શ્રી મેહુલભાઈ દવે અધ્‍યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં નાગરિક પુરવઠા, પાણી પુરવઠા, રસ્‍તાના કામો, એસ.ટી ના પ્રશ્‍ન અને દબાણ જેવા વિભાગોના પ્રશ્‍નો અંગે ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

જેના જે તે વિભાગના ઉપસ્‍થિત અધિકારીશ્રીઓ ઉત્તરો આપવામાં આવ્‍યા હતા. જિલ્લા કલેકટર ઈન ચાર્જશ્રીએ ઉપસ્‍થિત અધિકારીઓને ધારાસભ્‍યશ્રીઓ દ્વારા રજુ થયેલ બાકી રહેતા પ્રશ્‍નોનો સત્‍વરે જવાબ અને ઉકેલ લાવવા જણાવ્‍યું હતું. આ બેઠકમાં ખેડા નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.એસ.પટેલ, મહુધા મત વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ઇન્‍દ્રજીતસિંહ પરમાર, કપડવંજના ધારાસભ્‍યશ્રી કાળુભાઇ ડાભી, જિલ્‍લા ડી. વાય. એસ. પી. શ્રી કિરીટભાઇ પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ સહિત જિલ્‍લાના અને તાલુકાના ઉચ્‍ચ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.