Western Times News

Gujarati News

રીક્ષા ચાલક ગ્રામ્યવિસ્તારની પરણીત મહિલાને ભગાડી જતા ચકચાર

અરવલ્લી : માલપુરનો રીક્ષા ચાલક વિધર્મી યુવક ગ્રામ્ય વિસ્તારની પરણીત મહિલાને ભગાડી જતા ચકચાર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત 

રાજ્યમાં એક તરફ સરકારે ‘લવ જેહાદ’ની ઘટનાઓને ડામવા માટે કડક કાયદો ઘડ્યો છે. ત્યારે બીજી બાજુ નવા કાયદાઓની વચ્ચે પણ લવ જેહાદની ઘટનાઓ સમયાંતરે બહાર આવે છે. અરવલ્લી જીલ્લાના માલપુર નગરનો વિધર્મી રીક્ષા ચાલક યુવક ગ્રામ્ય વિસ્તારની એક પરણિત મહિલાને ભગાડી જતા ભારે ચકચાર મચી છે વિધર્મી યુવકની હરકતથી માલપુરમાં લોકોના ટોળેટોળા ઉમટતા તંગદિલી સર્જાઈ હતી. માલપુર નગરમાં વેપારીઓએ આ ઘટનાની વખોડી કાઢી બંધ પાળ્યો હતો. VHP ના અગ્રણીઓ પણ માલપુર પહોંચ્યા હતા.

માલપુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ શાંતિપૂર્ણ માહોલ માટે લોકોને અપીલ કરી હતી. વિધર્મી યુવકના પરિવારજનો અને મુસ્લિમ સમાજના લોકોએ યુવકના કૃત્ય સામે ફીટાકર વર્ષાવ્યો હતો.માલપુરના ગ્રામ્ય વિસ્તારની પરણિત મહિલા ગુરુવારે સવારે ઘરેથી મોડાસા બ્યુટીપાર્લરમાં જવાનું કહી માલપુરના રીક્ષા ચાલક વિધર્મી યુવક સાથે ભાગી જતા મહિલાના પરિવારજનો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

શુક્રવારે પરણિત મહિલાના પરિવારજનો અને સગા-સબંધીઓ સહીત લોકોના ટોળેટોળા માલપુરમાં ઉમટતા અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયું હતું. વિધર્મી યુવક ગ્રામ્ય વિસ્તારની પરણિત મહિલાને ભાગી જતા વિશ્વ હિન્દૂ પરિષદના અગ્રણીઓ માલપુર દોડી આવ્યા હતા. અને મહિલાના પરિવારજનો અને પોલીસ સાથે ચર્ચા વિમર્શ કરી શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવી અપીલ કરી હતી.માલપુરનો વિધર્મી યુવક ગ્રામ્ય વિસ્તારની પરણિત મહિલાને ભગાડી જતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. માલપુર પોલીસે નગરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પરણિત મહિલાના પતિએ માલપુર પોલીસ સ્ટેશનમાં મહિલા ગુમ થઇ હોવાની જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માલપુરના રીક્ષા ચાલક વિધર્મી યુવકની હરકતથી ખુદ યુવકના પરિવારજનો અને લઘુમતી સમાજમાં લોકોમાં ભારે ગુસ્સો પ્રવર્તી રહ્યો છે અને સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી

 દિલીપ પુરોહિત. બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.