Western Times News

Gujarati News

શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં એમજીવીસીએલની ઓચિંતી રેડ

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વીજચોરીની વ્યાપક બુમોના પગલે એમજીવીસીએલની ટીમો દ્વારા વહેલી સવારે આઠ જેટલા ગામોમાં ઓચિતી તપાસ હાથ ધરવામા આવી હતી.

જેમા વીજચોરી મોટાપાયે થતી હોવાનુ તપાસટીમના ધ્યાનમાં આવ્યુ હતુ. વીજચોરીમાં ઉપયોગમાં લેવામાં આવતા વાયરો સહીતનો સામાન જપ્ત કરીને વીજચોરી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામા આવતા વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં એમજીવીસીએલની આઠથી વધુ ટીમો દ્વારા સવારના સમયમા રેડ કરવામા આવી હતી.તાલુકાના લાભી, ધાંધલપુલ, સરાડીયા, ખોજલવાસા, માતરિયા વ્યાસ, મંગલીયાણા,પાદરડી.

સુરેલી, ભેસાલ સહીતના આઠ જેટલા ગામોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામા આવી હતી.જેમાં અધિકારીઓની તપાસમાં કેટલાક ઘરોમાં વીજચોરી થતી માલુમ પડ્યુ હતુ.તપાસમાં વીજપોલની ચાલુ લાઈનમાંથી સીધુ જાેડાણથી વીજળીનો ઉપયોગ, વીજમીટરમાં ચેડા કરીને તેનો સીધો ઉપયોગ તેમજ ખેતીકામના ઉપયોગમાં લેવાતી મોટરો માટે પણ વીજલાઈનથી ચોરી કરતા હોવાની વિગતો બહાર આવી હતી.

કેટલાક ગામોમાં વીજમીટરને બાયપાસ કરીને વીજચોરી કરાતી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. એમજીવીસીએલની ટીમના અધિકારીઓ પણ મોટા પાયે વીજળીચોરી થતી જાેઈને ચોકી ઉઠ્‌યા હતા.ટીમે સુરક્ષાકર્મીઓ સાથે તપાસ હાથ ધરી હતી.

એમજીવીસીએલની ટીમની રેડના પગલે વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ ૭૬ જેટલા લોકો સામે વીજચોરી કરવા બદલ કાર્યવાહી કરવામા આવી હતી.વીજચોરીમાં ઉપયોગમાં લીધેલા વાયર,વીજમીટરો સહીતનો સામાન પણ જપ્ત કર્યો હતો.આઠ લાખ જેટલા રૂપિયાનો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામા આવી હતી.

અત્રે નોધનીય છે કે વીજચોરીના કારણે એમજીવીએલ તંત્રને કરોડો રુપિયાનું નુકશાન જાય છે.વીજચોરીના કારણે ફોલ્ટ પણ થતા હોય છે.જેને લઈને વીજચોરીની બનાવો રોકવા માટે એમજીવીસીએલ તંત્રએ લાલ આંખ કરી છે.

એક બાજુ વીજળી પેદા કરવા માટે હજારો કરોડો રૂપિયા ખર્ચવામા આવે છે,ત્યારે વીજળીની ચોરીના કારણે વીજ ઉત્પાદન કરતી કંપનીઓને પણ તેની અસર પડતી હોય છે.એંમ કહેવામા ખોટુ નથી.વીજતંત્રે હજી વધુ સજાગ બનીને વીજચોરી થતી અટકાવાના સઘન પ્રયાસો કરવા જાેઈએ.

ખાસ કરીને તાલુકામા આવેલી પાનમહાઈલેવલની આસપાસ આવેલા વીજલાઈનોની તપાસ કરવી જાેઈએ.એમજીવીએલની રેડના પગલે વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.