Western Times News

Gujarati News

ઓગસ્ટ સુધી અમદાવાદમાં દોડતી થઈ જશે મેટ્રો ટ્રેન

અમદાવાદ, મેટ્રો ટ્રેનની રાહ જાેઈ રહેલા અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મેટ્રો ડ્રેનના બે કોરિડોર છે, નોર્થ-સાઉથ કોરિડોર અને ઈસ્ટ-વેસ્ટ કોરિડોર. શનિવારના રોજ આ બે પૈકીના નોર્થ-સાઉથ કોરિડોરમાં અમદાવાદ-ગાંધીનગર ટ્રેન દોડાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનો છે. ગઈકાલે મેટ્રો ટ્રેને આ કોરિડોરમાં ૧૮.૮૭ કિમીનું અંતર કાપ્યુ હતું. મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું કે, તેમની યોજના છે કે આ જ વર્ષે ૧૫મી ઓગસ્ટથી આખા શહેરમાં મેટ્રો ટ્રેન શરુ કરી દેવાની છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, વહેલી તકે આગામી ટ્રાયલ હાથ ધરવામાં આવશે અને સાથે જ પ્રોજેક્ટને લગતા અન્ય પ્રોટોકોલ પર પણ અમલ કરવામાં આવશે જેથી સુનિશ્ચિત કરી શકાય કે ટ્રેનનું સંચાલન સમયસર શરુ થઈ જાય.

ઉલ્લેખનીય છે કે એકવાર ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ કોરિડોરના તમામ ટ્રાયલ સમાપ્ત થઈ જશે, ત્યારપછી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન મેટ્રો રેલ સેફ્ટીના કમિશનરને વિનંતી કરશે કે તેઓ ડેપો તેમજ નોર્થ-સાઉથ કોરિડોરના ડેપોનું ઈન્સ્પેક્શન કરે. ઉલ્લેખનીય છે કે, ઈસ્ટ-વેસ્ટ કોરિડોર વસ્ત્રાલ અને થલતેજને જાેડે છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ, ૨૦૨૨માં ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી નોર્થ-સાઉથ કોરિડોરનું ટ્રાયલ કરવામાં આવ્યુ હતું. ત્યારપછી ટ્રાયલ વિજયનગર સુધી વધારવામાં આવ્યુ હતું.

શનિવારના ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન મોટેરા, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીધામ, જૂની હાઈકોર્ટ, ઉસમાનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી અને સાબરમતી સ્ટેશન પર રોકાઈ હતી. મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું કે, ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં કામ હજી બાકી છે.

માત્ર વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધીના ૬.૫ કિમીના પટ્ટાનું કામ સમાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે એપરેલ પાર્કથી થલતેજ સુધીનું કામ હજી ચાલી રહ્યું છે. જ્યારે બન્ને કોરિડોરનું કામ સમાપ્ત થઈ જશે પછી આખા શહેરમાં મેટ્રો કાર્યરત થઈ જશે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.