Western Times News

Gujarati News

દ્વારકાના ભોગાતમાં જિલ્લાનું સૌથી મોટું ૪૦૦ કેવી વીજ સબ સ્ટેશન ચાલુ કરાશે

ખંભાળિયા, ભારત સરકાર દ્વારા રાજય સરકારોના પ્રયાસોથી સંકલન કરીને વીજ સમસ્યા નિવારવા માટે દરેક જિલ્લામાં વિશાળ ક્ષમતાના સબ સ્ટેશન કરોડો અબજાેના ખર્ચે બનાવવા આયોજન શરૂ કરાયું છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભોગાત ગામે ૪૦૦ કે.વી.નું વિશાળ સબ સ્ટેશન સ્થાપવાનું કાર્ય શરૂ થયું છે જે થોડા સમયમાં પુરું થશે.

દ્વારકા જિલ્લામાં હાલ ખંભાળિયામાં અને ભાટિયામાં ૧૩ર કે.વી. સબ સ્ટેશન સૌથી મોટા છે. જયારે ૪૦૦ કે.વી.નું સૌથી મોટું જિલ્લામાં ભોગાતમાં પ્રથમ શરૂ થશે જેની લાઈનોનું કામ પુરજાેશથી ચાલુ છે.

હાલ મોટા પ્રમાણમાં સબ સ્ટેશનોમાં વોલ્ટેજ ઓછા થતા હોય તથા દિવસે પાવર ખેડૂતોને આપવા માટેની યોજના શરૂ થતાં કોમર્શિયલ, ઘર વપરાશ તથા ખેડૂતોને વીજળી પહોંચી શકવા માટે વિશાળ ક્ષમતાના સબ સ્ટેશનની જરૂરત હોય કાલાવડ જામનગર અને ભોગાત દેવભૂમિ દ્વારકામાં આ યોજના શરૂ કરવાની કાર્યવાહી ચાલે છે.

આ સબ સ્ટેશન કાર્યરત થતા વીજળીના તમામ પ્રશ્રો દ્વારકા જિલ્લાના તમામ તાલુકાના તદ્દન ઓછા થઈ જશે. દ્વારકા જિલ્લામાં હાલ વિન્ડફાર્મ વધતા જામ છે ત્યારે તેનો પાવર પણ ઉપયોગમાં લઈ શકાય તે માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે.

આ ૪૦૦ કે.વી. સાથે રાણાવાવ, ગોપ જેવા સબ સ્ટેશનો પણ જાેઈન્ટ થશે તેવી ભવિષ્યમાં એક તરફથી પાવર બ્રેક થાય તો વિકલ્પ રહે તેવું આયોજન પણ કરાયું છે. નાના નાના ૬૬ કે.વી. સબ સ્ટેશનમાં ઓછા વોલ્ટેજના પ્રશ્રો તથા નવા કનેકશનોના પ્રશ્રો પણ હલ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.